બિહારના નવાદામાં એક યુવકે ફેસબુક લાઇવ આવીને સુસાઇડ કરી લીધું હતું. એક યુવકે એક-એક કરીને સલ્ફાસની 5 ગોળી ખાઈ લીધી હતી. 10 મિનિટના આ વીડિયોમાં તે વ્યક્તિએ પોતાની પત્ની પર ગંભીર આરોપો લગાવ્યો હતો, સાથે જ ગામના અમુક લોકો પર પણ આરોપો લગાવ્યા હતા. આ બન્નેને કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
તે યુવકનો આરોપ છે કે પત્નીના અન્ય લોકો સાથે આડાસંબંધ હતા. ગામના મુખિયા અને ધાનુ ઠાકુર નામની વ્યક્તિ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે વ્યક્તિ આરોપ લગાવતાં-લગાવતાં સલ્ફાસની ગોળીઓ ખાઈ ગઈ છે. વ્યક્તિએ જણાવ્યું હતું કે ગામના લોકો તેને અને તેના પરિવારજનો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. એને કારણે તે સહન ના કરતાં તેણે આ પગલું ભરી લીધું હતું.
વ્યક્તિની ઓળખાણ વારિસલીગંજના ચકચાવ ગામના હરેરામના 35 વર્ષીય પુત્ર બબલુ રામ તરીકે થઈ છે. તે ટ્રકડ્રાઇવર હતો અને તેને ત્રણ બાળક પણ છે. ટ્રકમાં જ તેણે આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ બબલુના અંતિમસંસ્કાર મંગળવારે જ કરી દીધા હતા.
મરતાં પહેલાં બબલુએ ફેસબુકથી લાઇ આવીને પોતાનો વીડિયો વાઇરલ કર્યો હતો. આપઘાત કરનાર યુવકની માતાએ પોતાની વહુ પર લાગેલા આરોપોને નકારી દીધા છે.