અફઘાનિસ્તાન-A પ્રથમ વખત ઇમર્જિંગ એશિયા કપ ટાઇટલ જીત્યું છે. રવિવારે અલ અમીરાત સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટીમે શ્રીલંકા-Aને 7 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન ક્રિકેટ માટે આ ઐતિહાસિક જીત છે. ક્રિકેટના કોઈપણ ફોર્મેટ અથવા વય જૂથ ટૂર્નામેન્ટમાં ટીમનો આ પ્રથમ ખિતાબ છે.
અફઘાનિસ્તાન-A ટીમ વર્ષ 2017 અને 2019માં સેમિફાઇનલમાં પહોંચી હતી. આ વખતે તે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતો અને ટાઇટલ પણ જીત્યું હતું.
આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન નુવાનીડુ ફર્નાન્ડોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાન સામે પહેલા રમતા શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાન ટીમને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાને 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.