મેષઃ-
પોઝિટિવઃ- આજે તમને તમારા કોઈ વિશેષ કાર્યમાં સફળતા મળશે તથા લોકો તમારી આવડત અને યોગ્યતાના કાયલ પણ થઈ જશે. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતા કોઈ કાર્ય ચાલી રહ્યું છે તો તેના ઉપર તરત કાર્યવાહી શરૂ કરો.
નેગેટિવઃ- વિદ્યાર્થીઓ ખોટી સંગત તથા આદતોથી દૂર રહે. કોઈ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહનું પાલન કરે. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો તથા જીવનની વાસ્તવિકતાનો સામનો કરો.
વ્યવસાયઃ- વેપારમાં તમારી કાર્યકુશળતા અને કાર્ય ક્ષમતામાં સુધાર લાવવાની જરૂરિયાત છે.
લવઃ- કામકાજમાં ચાલી રહેલી સફળતાનો પ્રભાવ લગ્નજીવનમાં આવવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- પ્રતિષ્ઠિત લોકોને હળવા-મળવામાં તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે તથા થોડી નવી વાતો પણ જાણવા મળી શકે છે. અન્ય પાસેથી મદદ લેવાની જગ્યાએ તમારા નિર્ણયને જ પ્રાથમિકતા આપો. આ સમયે ભાગ્ય તમને દરેક પરિસ્થિતિથી સરળતાથી લડવાની શક્તિ આપી રહ્યું છે.
નેગેટિવઃ- બધી જવાબદારીઓ તમારા ઉપર લેવાની જગ્યાએ તેને વહેંચતા શીખો. નહીંતર તમારા વ્યક્તિગત કામ અધૂરા રહી શકે છે. બાળકોની સમસ્યાને દૂર કરવા માટે શાંતિથી તેમને સમજાવો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં રોકાણ કરતી સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લો.
લવઃ- કુંવારા લોકો માટે સારો સંબંધ આવવાની આશા છે.
સ્વાસ્થ્યઃ- કામ સાથે-સાથે યોગ્ય આરામ પણ લેવો જરૂરી છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે કોઈ કામના અચાનક બની જવાથી તમે વિજય પ્રાપ્ત કરવા જેવો સુખ અનુભવ કરી શકો છો. થોડો સમય નવી ક્રિયાઓ અને જ્ઞાનવર્ધક વાતોને શીખવામાં પસાર થશે.
નેગેટિવઃ- કોઈ નજીકના વ્યક્તિ દ્વારા અશુભ સમાચાર મળી શકે છે. આ કારણે થોડા મહત્ત્વપૂર્ણ કાર્યો ટાળવા પડી શકે છે. કોઈની સલાહનું પાલન કરતા પહેલાં તેના અંગે યોગ્ય રીતે ચર્ચા-વિચારણાં કરી લો.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કર્મચારીઓ વચ્ચે તમારો પ્રભાવ જળવાયેલો રહેશે.
લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- અનિયમિત ખાનપાનના કારણે પેટમાં દુખાવો થઈ શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- કોઈ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહી શકે છે તથા તમારા નિર્ણયના વખાણ પણ થશે. ઘરમાં રિનોવેશન કે દેખરેખને લગતા કાર્યોની યોજનાઓ બનશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે અતિ આત્મવિશ્વાસ અને ઈગો આવી જવાથી થોડા કામ ખરાબ થઈ શકે છે. સાથે જ ખોટા ખર્ચથી પણ દૂર રહો તથા જરૂરી ખર્ચને જ પ્રાથમિકતા આપો.
વ્યવસાયઃ- વેપારને લગતો વધારેમાં વધારે પ્રચાર કરવો ફાયદો આપશે.
લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- કોઈ જૂની સ્વાસ્થ્યને લગતી સમસ્યા ફરી સામે આવી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- ઘરમાં માંગલિક કાર્યોને લગતી યોજના બનશે. પરિવારના લોકો સાથે શોપિંગમાં સમય પસાર થશે. આજે પ્રકૃતિ તમને કોઈ સારો અવસર આપી શકે છે. આ યોગ્ય સમયનો ભરપૂર સદુપયોગ કરો.
નેગેટિવઃ- બાળકોના કરિયરને લઇને થોડી ચિંતા રહી શકે છે. તમારા અહંકારને હાવી થવા દેશો નહીં તથા તેને લઇને કોઈ અનુભવી વ્યક્તિ પાસેથી સલાહ લો. અનેકવાર વધારે અવાજ કરવાથી તમારા હાથમાંથી અવસર તમે ગુમાવી શકો છો.
વ્યવસાયઃ- કામ વધારે રહેવાના કારણે તમારા વેપારમાં તમે વધારે ધ્યાન આપી શકશો નહીં.
લવઃ- પરિવારમાં બધા સભ્યોની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રહેશે.
સ્વાસ્થ્યઃ- નસમાં દુખાવાની સમસ્યા રહી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- જો કોઈ વારસાગત સંપત્તિને લગતો વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવાનો યોગ્ય સમય આવી ગયો છે. કોઈ શુભચિંતકની પ્રેરણા તથા આશીર્વાદથી તમારી દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન આવી શકે છે.
નેગેટિવઃ- કોઈપણ જગ્યાએ વાર્તાલાપ કરતી સમયે અપશબ્દોનો પ્રયોગ ન કરો. તેનાથી તમારા માન-સન્માન અને સાખમાં હાનિ પહોંચી શકે છે. યુવાઓ ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપવાની જગ્યાએ પોતાના કરિયર ઉપર ધ્યાન આપે.
વ્યવસાયઃ- વેપારમાં હાલ વર્તમાન સ્થિતિ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રહેશે.
લવઃ- ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
સ્વાસ્થ્યઃ- વાઇરલ તથા ઉધરસની સમસ્યા પરેશાન કરી શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- દિવસ શાંતિપૂર્ણ પસાર કરવાનો છે. તમારી આર્થિક યોજનાઓ સરળતાથી ફળીભૂત થશે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. રોજિંદા કામથી રાહત મેળવવા આજે થોડો સમય એકાંતમાં પસાર કરો.
નેગેટિવઃ- નકારાત્મક પરિસ્થિતિઓને ગુસ્સાની જગ્યાએ શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. આ સમયે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકાર થઈ રહ્યા છે, જેથી તેમના પરિણામ ઉપર અસર થઈ શકે છે.
વ્યવસાયઃ- વ્યપારિક મંદીનો પ્રભાવ તમારા વેપાર ઉપર પણ પડી શકે છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ મીઠો વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- દિવસ મિશ્રિત પ્રભાવ આપનાર રહી શકે છે. મિત્રો તથા સંબંધીઓ સાથે ભાવનાત્મક લગાવ વધશે. તમે તમારી મહેનત દ્વારા કોઈ કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરશો અને સફળતા પણ મળશે. કોઈ નજીકના સંબંધીની મદદ પણ કરવી પડી શકે છે.
નેગેટિવઃ- થોડી નકારાત્મક પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડી શકે છે. તમારો આત્મવિશ્વાસ જળાવયેલો રહી શકે છે. બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તેમનું યોગ્ય માર્ગદર્શન કરવું તમારી જવાબદારી છે.
વ્યવસાયઃ- જો વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઈ મોટું રોકાણ કરવાની યોજના બની રહી છે તો તરત તેના ઉપર કાર્યવાહી શરૂ કરી દો.
લવઃ- પતિ-પત્નીનો સહયોગાત્મક વ્યવહાર ઘરમાં સુખ-શાંતિ જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- સાંધામાં દુખાવો રહી શકે છે.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- છેલ્લા થોડા સમયથી તમે જે કાર્ય કરવાની કોશિશ કરી રહ્યા છો તેનું પોઝિટિવ પરિણામ જલ્દી જ જોવા મળી શકે છે. કોઈપણ મહત્ત્વપૂર્ણ કાર્યને કરતી સમયે ઘરના અનુભવી સભ્યોની સલાહ લો.
નેગેટિવઃ- કોઈપણણ કાર્યને કરતા પહેલાં તેને લગતું બજેટ બનાવી લો. તેનાથી તમને કોઈપણ નિર્ણય લેવામાં સુવિધા થશે. વર્તમાન નકારાત્મક વાતાવરણના કારણે અયોગ્ય લોકોથી દૂર રહેવું જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
લવઃ- ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખમય પસાર થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારી ક્ષમતાથી વધારે કામ કરવાના કારણે થાક અને નબળાઈ રહી શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. આજે વ્યક્તિગત તથા પારિવારિક કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો અને તમે યોગ્ય રીતે તમારા કાર્યો પૂર્ણ કરવામાં સમર્થ પણ રહેશો. કોઈ જૂના વિવાદનું પણ સમાધાન મળી શકે છે.
નેગેટિવઃ- અન્ય લોકોની સલાહ ઉપર વધારે વિશ્વાસ ન કરો. આ કારણે તમે પરેશાનીમાં પણ પડી શકો છો. ક્યારેક મનમાં થોડી નિરાશાનો ભય રહેશે. આ વહેમને મનમાંથી કાઢવાની કોશિશ કરો.
વ્યવસાયઃ- વેપારમાં નવા કાર્યોની રૂપરેખાને શરૂ કરવાનો અનુકૂળ સમય છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં દુખાવો અને શરદી, ઉધરસ રહી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહી શકે છે. કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી રહેશે. જો પ્રોપર્ટીને લગતી કોઈ મુશ્કેલી ચાલી રહી છે તો કોઈની મધ્યસ્થા દ્વારા ઉકેલાઈ શકે છે.
નેગેટિવઃ- આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તમારા કાર્યો ઉપર સંપૂર્ણ એકાગ્રતાથી ધ્યાન આપો. આજે કોઈપણ પ્રકારની ઉધારી કરવી નુકસાનદાયી રહેશે. એકબીજા સાથેના સંબંધોમાં પણ ખટાસ આવી શકે છે.
વ્યવસાયઃ- નોકરિયાત લોકોને પોતાનું મનગમતું કામ મળવાથી પ્રસન્નતા રહેશે.
લવઃ- પરિવાર સાથે શોપિંગ અને ડિનરને લગતો યાદગાર પ્રોગ્રામ બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- ઘરના કોઈ લગ્ન યોગ્ય સભ્ય માટે યોગ્ય સંબંધ આવી શકે છે. જેથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે. પ્રોપર્ટીની ખરીદદારી કે વેચાણને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનશે. અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ પોતાના નિર્ણયોને જ પ્રાથમિકતા આપો.
નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. એટલે કોઈપણ કામને બજેટ બનાવીને જ શરૂ કરો. ક્યારેક મન પ્રમાણે પરિણામ ન મળવાથી તમે તણાવમાં રહી શકો છો. તેમાં પોઝિટિવ બની રહેવું ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ- વેપારમાં તમને તમારી મહેનત પ્રમાણે ભરપૂર પરિણામ પણ પ્રાપ્ત થશે.
લવઃ- ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે.
સ્વાસ્થ્યઃ- ક્યારેક વધારે મહેનત અને તણાવના કારણે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.