મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝનું બેન્કિંગ સેક્ટરમાં વર્ચસ્વ વધી રહ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોના શેર જે લાંબા સમયથી અંડરપર્ફોર્મર હતા તેમણે છેલ્લા બે વર્ષમાં જોરદાર પુનરાગમન કર્યું છે. આ કારણે મ્યુચ્યુઅલ ફંડોએ તેમાં રોકાણ વધાર્યું છે. છેલ્લા છ મહિનામાં લગભગ તમામ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ જાહેર ક્ષેત્રની બેંકોના શેર નવેસરથી ખરીદ્યા છે.
બેન્ક ઓફ બરોડાના મોટાભાગના શેર ખરીદવામાં આવ્યા હતા. એઇસ મ્યુચ્યુઅલ ફંડના અહેવાલ અનુસાર 40 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ બેન્ક ઓફ બરોડા, 23 સ્કીમ પંજાબ નેશનલ બેન્ક અને 17 સ્કીમ એસબીઆઈમાં ખરીદી છે. અન્ય બેંકોમાં પણ મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને હોલ્ડિંગમાં વધારો થયો છે. આગામી સમયમાં પણ બેન્કિંગ સેક્ટરમાં વધારો થાય તેવા સંકેતો છે.
વધુ રિટર્નને કારણે આકર્ષણ વધ્યું
જાહેર ક્ષેત્રની બેંકોના શેરમાં 66% સુધીનો વધારો જોવા મળ્યો
નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ સરેરાશ 21% વધ્યો
નિફ્ટી 50 ઇન્ડેક્સ માત્ર 5% વધ્યો
આ કારણે શેર વધ્યાં
નેટ એનપીએ 1.3 ટકા સાથે 10 વર્ષના તળિયે
જાહેર ક્ષેત્રની બેંકોમાં કુલ ધિરાણનો 56% થી વધુ હિસ્સો
વાર્ષિક ધિરાણ વૃદ્ધિ દર 14% થી વધુ