RBIની મોનેટરી પોલિસી કમિટી આગામી વર્ષના જૂન સુધીમાં રેપોરેટમાં ઘટાડો કરે તેવી કોઇ શક્યતા ન હોવાનું બ્રોકરેજ ફર્મ ડોઇશ બેન્કે જણાવ્યું હતું. બુધવારે MPC બેઠક શરૂ થઇ છે અને રેપોરેટ પરના નિર્ણયની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે. ડોઇશ બેન્ક અનુસાર, વ્યાજદરનું ચક્ર શરૂ થયું છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રેપોરેટમાં વધારો કરે તેવી શક્યતા નહીવત્ છે. આગામી વર્ષે જૂન દરમિયાન આરબીઆઇ રેપોરટમાં કાપ મૂકી શકે છે.
ફેબ્રુઆરી 2023માં RBIએ રેપોરેટમાં વધારો કર્યો હતો, જ્યારે તે વધીને 6.5 ટકા થયો હતો. આરબીઆઇ તરલતા યથાવત્ રાખશે ત્યારે, ટૂંકા ગાળાના દરો 6.85-6.9%ની આસપાસ છે, જે રેપોરેટ કરતા 35-40 બીપીએસ વધારે છે. વર્ષ 24માં આરબીઆઇ રેપોરેટમાં 75 બીપીએસ અને વર્ષ 2025ની શરૂઆતમાં વધુ 25 બીપીએસનો ઘટાડો કરી શકે છે. વર્ષ 2024ની શરૂઆતમાં જ 100 બીપીએસનો ઘટાડો કરી શકે છે.
જો કે ફેડ આગામી જૂન 2024થી વ્યાજદરોમાં ઘટાડો કરશે એટલે આરબીઆઇએ પણ સમયગાળો જૂન 2024 રાખ્યો છે. અમે હવે વર્ષ 2024ના બીજા ક્વાર્ટરથી દરેક ક્વાર્ટરમાં 25 બીપીએસના ઘટાડા સાથે તે વર્ષ 2025 સુધીમાં 100 બીપીએસના ઘટાડાની શક્યતા વ્યક્ત કરીએ છીએ, 2025શરૂઆત સુધીમાં રેપોરેટ ઘટીને 5.50 ટકાએ પહોંચશે. જો કે, નિષ્ણાંતોના મતે ફેડના વ્યાજદરો અંગેના વલણ પર આરબીઆઇનો નિર્ણય નિર્ભર રહેશે. જો ફેડ 2024ની શરૂઆતમાં રેપોરેટમાં વધારો કરે અને આગામી વર્ષે વ્યાજદરોમાં કાપ જ ન મૂકે તો રેપોરેટમાં કાપ મૂકવાની સાઇકલમાં વિલંબ થઇ શકે છે.