Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ એસઓજીએ નવા વર્ષના પ્રારંભે જ સુરતના પેડલરને રૂ.1.11 લાખની કિંમતના મેફેડ્રોન સાથે પકડી પાડ્યો છે. આજી ડેમ ચોકડીથી આગળ ભાવનગર રોડ પર આવેલા જૈન દેરાસર નજીક એક શખ્સ નશીલા દ્રવ્ય સાથે ઊભો હોવાની રાજકોટ એસઓજીને ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે તુરંત ટીમ ત્યાં દોડી જઇ બાતમી મુજબના શખ્સની અટકાયત કરી હતી. સકંજામાં લીધેલા શખ્સની પૂછપરછ કરતા તે સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતો મહમદફયાઝ મહમદફારૂક ગલાણી હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની તલાશી લેતા તેની પાસેથી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી.


જેની એફએસએલ દ્વારા ખરાઇ કરાવતા તે મેફેડ્રોન હોવાનું ખુલ્યું હતું. જેનું વજન કરતા તે 11.11 ગ્રામ અને તેની કિંમત રૂ.1,11,100 હોવાનું જાણવા મળ્યું હતું. મેફેડ્રોન સાથે પકડાયેલા શખ્સ પાસેથી ડ્રગ ઉપરાંત 10 શોર્ટેસ્ટ બીડી ઇન્સ્યુલિન સિરિન્જ નીડલ પણ મળી આવી હતી. પોલીસે મોબાઇલ, ડ્રગ મળી કુલ રૂ.1.16 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરિયાદ નોંધાવી આજી ડેમ પોલીસ હવાલે કર્યો છે.

એસઓજી પીઆઇ. જે.ડી.ઝાલાના જણાવ્યા મુજબ, આરોપી મહમદફયાઝ સુરતમાં કાર ચોરીના ગુનામાં પકડાયો હતો. જે ગુનામાં હજુ ગત તા.25ના રોજ જ જેલમાંથી બહાર આવ્યો હતો. બહાર આવી મુંબઇથી અંદાજિત 25 ગ્રામ જેટલું મેફેડ્રોન ડ્રગ લઇ આવ્યો હતો. બાદમાં સુરેન્દ્રનગરમાં ડ્રગની ડિલિવરી કરી રાજકોટ આવ્યો હતો. અહીંથી કોઇ ભાવનગરનો શખ્સ મેફેડ્રોન લેવા આવવાનો હતો પરંતુ તે પહેલા જ પેડલર પકડાયો હતો.