Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નેપાળમાં ઉત્તરપ્રદેશની એક બસ નદીમાં ખાબકી છે. ગોરખપુરની આ બસમાં 40 મુસાફર હતા, જેમાંથી 27નાં મોત થયાં છે. બસ પોખરાથી કાઠમંડુ જઈ રહી હતી. આ દરમિયાન એ કાબૂ બહાર જઈ નદીમાં પડી ગઈ હતી.


તનાહુન જિલ્લામાં શુક્રવારે સવારે 11.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. જિલ્લા એસપી બિરેન્દ્ર શાહીએ કહ્યું- બસ મર્સ્યાંગડી પાસે નદીમાં પડી છે. સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સેના અને સશસ્ત્ર દળોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.