Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષઃ-

પોઝિટિવઃ- તમારી ઊર્જા અને જોશને પોઝિટિવ દિશામાં લગાવવાથી તમારાં ખાસ કાર્યો પણ પૂર્ણ થઈ જશે. સાથે જ તમારા વ્યક્તિત્વ ઉપર પણ તેનો શુભ પ્રભાવ પડશે. તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય પરિવાર અને મિત્રો માટે પણ જરૂર કાઢો.

નેગેટિવઃ- કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમા ન આવો. ઠંડા દિમાગથી સમજી-વિચારીને નિર્ણય લો, નહીંતર કોઈ લક્ષ્ય આંખમાંથી ઓઝલ થઈ શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે સામાન્ય વાતે મનદુઃખ થવાની શક્યતા છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- અન્ય લોકોના પ્રભાવમાં આવવાની જગ્યાએ પોતાની ક્ષમતા પ્રમાણે જ કામ કરો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. થોડા જૂના મતભેદો તથા સમસ્યાઓથી છુટકારો મળે તેવી શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે નોકરી કે ઇન્ટરવ્યૂમાં સફળતાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- થાક અને તણાવના કારણે તમારી દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે. આ સમયે તમારું મનોબળ મજબૂત રાખો તથા સમસ્યાઓ આવે ત્યારે તણાવ લેવાની જગ્યાએ તેનો ઉકેલ શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કોઈ નવો વેપાર કે કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો વધારે મહેનત પછી જ કામ પૂર્ણ થશે.

લવઃ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓની કદર કરશે.

સ્વાસ્થ્યઃ- કફ, ઉધરસની સમસ્યા વધી શકે છે.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો, જેનું શુભ પરિણામ પણ સામે આવી શકે છે. યુવાઓને કરિયરમાં કોઈ નવી તક મળવાથી રાહત મળી શકે છે. આ સમયે પ્રકૃતિ તમારી ઉન્નતિ માટે નવા રસ્તા ખોલી રહી શકે છે.

નેગેટિવઃ- જવાબદારીઓ વધારે હોવાના કારણે તમે વ્યસ્ત રહી શકો છો. એટલે તણાવ અને થાકને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. બાળકો ઉપર અભ્યાસનું દબાણ રહેશે. માતા-પિતાની જવાબદારી છે કે બાળકોનું આત્મબળ જાળવી રાખો.

વ્યવસાયઃ- નોકરિયાત લોકો માટે વર્તમાન સમય થોડો પડકારભર્યો રહી શકે છે.

લવઃ- વ્યવસાયિક ભાગદોડના કારણે લગ્નજીવનની મજા ઊઠાવી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વાસી તથા મસાલેદાર ભોજનનું સેવન ટાળો.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીનું સમાધાન મળી શકે છે. તમે તમારા બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખશો. કામ વધારે હોવા છતાં તમે તમારા સંબંધીઓ અને મિત્રો માટે પણ સમય કાઢી શકો છો

નેગેટિવઃ- અતિ આત્મવિશ્વાસની સ્થિતિ તમને નુકસાન આપી શકે છે. ઉતાવળમાં કોઈપણ કાર્ય ન કરો. ઉધાર આપેલાં રૂપિયા પાછા માગતી સમયે વાદ-વિવાદની સ્થિતિ રહી શકે છે. જોકે, તમે વિપરીત પરિસ્થિતિઓને કાબૂમાં રાખી શકો છો.

વ્યવસાયઃ- વેપારમાં મન પ્રમાણે પરિણામ મળવાની આશા છે.

લવઃ- ઘરના વાતાવરણને સુખમય બનાવવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ- બાફના કારણે ગભરામણ રહી શકે છે.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તમારાં સપનાં અને મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો સમય છે. યોગ્ય ઊર્જા અને પોઝિટિવિટી જાળવી રાખો. સાથે જ કોઈ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ પણ તમારા માટે મદદગાર રહેશે.

નેગેટિવઃ- ખરાબ આદતો તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. નહીંતર તેના કારણે તમે કોઈ સમસ્યામાં ફસાઈ શકો છો. રૂપિયા-પૈસાના મામલે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન કરો તથા બધા નિર્ણય જાતે જ લો.

વ્યવસાયઃ- બિઝનેસમાં તમે નવા કાર્યોને લઇને યોજના બનાવી છે તો તેના ઉપર અમલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પ્રેમ સંબંધો પ્રત્યે વધારે સંવેદનશીલ રહેવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે પણ સજાગ રહો.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી અસ્ત-વ્યસ્ત દિનચર્યાથી આજે તમને રાહત મળી શકે છે. જેનાથી તમે આર્થિક મામલે યોગ્ય પ્રકારે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. કડવા અનુભવોથી બોધપાઠ લઇને તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવવો તમારા માટે સારો સાબિત થશે.

નેગેટિવઃ- થોડા લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ બનાવી શકે છે. આ બધી વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા કાર્યોમાં વ્યસ્ત રહો. ઉતાવળમાં નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- ગરમીના કારણે ગભરામણ જેવી સ્થિતિ રહેશે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવારના કોઇ લગ્નયોગ્ય સભ્ય માટે સારો સંબંધ આવવથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. ખર્ચ વધારે રહેશે, પરંતુ આ ખર્ચ થોડા સારા ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે જ રહેશે.

નેગેટિવઃ- આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. કેમ કે નુકસાન થવાની સ્થિતિ બની રહી છે. ક્યારેક તમારા શંકાવાળા સ્વભાવના કારણે થોડા સંબંધ ખરાબ પણ થઈ શકે છે. સમય પ્રમાણે તમારા વ્યવહારમાં પણ પરિવર્તન લાવો.

વ્યવસાયઃ- ખર્ચ સાથે-સાથે આવકની સ્થિતિ પણ રહી શકે છે.

લવઃ- ઘરમાં સુખમય વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘૂંટણ તથા સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આજે રૂપિયા આવવાની સાથે-સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. વેપાર કે ઘરના પારિવારિક સુખ-સાધનો ઉપર ખર્ચ થવાના કારે ચિંતા રહેશે નહીં. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ- કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન થોડું નિરાશ રહી શકે છે. તમારી મનઃસ્થિતિ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ભાઈઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદની સ્થિતિમાં ધૈર્ય અને સંયમથી સમસ્યાઓનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ખૂબ જ વધારે ધ્યાન આપી શકાશે નહીં.

લવઃ- ઘરનું વાતાવરણ પોઝિટિવ અને અનુશાસનપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને સોજાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- કામ હોવા છતાં થોડો સમય તમારા પરિવાર અને સંબંધો માટે પણ જરૂર પસાર કરો. તેનાથી તમે ઉમંગ અને જોશ અનુભવ કરશો. કોઈ પોલિસી વગેરે મેચ્યોર થવાથી રોકાણને લગતી થોડી યોજનાઓ બનશે.

નેગેટિવઃ- કોઈ નજીકના સંબંધી સાથે વિવાદની શક્યતા છે. તમારા વ્યવહારમાં લચીલાપણું લાવો, જિદ્દથી તમારા કામ ગુંચવાઇ શકે છે. રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- વેપારને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે મહેનતના કારણે થાક અને સ્વાસ્થ્ય નબળું પડી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- કોઈપણ વિશેષ કાર્યોને કરતા પહેલાં તેના અંગે સંપૂર્ણ તપાસ કરી લો. તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર અંગે વિચાર કરીને જ તેને શરૂ કરો. તેનાથી તમને અનુકૂળ પરિણામ મળશે. તમારા વિનમ્ર સ્વભાવના કારણે લોકો સહજ જ તમારી તરફ આકર્ષિત કરશે.

નેગેટિવઃ- બેઠાં-બેઠાં કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કોઇ નજીકના વ્યક્તિ જ તમારા ઉપર આરોપ-પ્રત્યારોપ લગાવી શકે છે. જોકે, તમારા ઉપર તેની નકારાત્મક અસર પડી શકે છે. અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી પોઝિટિવિટી અનુભવ કરશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે થોડા ટ્રાન્સફર કરવાની જરૂરિયાત છે.

લવઃ- પ્રેમ સંબંધોમા મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- ઘરમાં કોઈ માંગલિક કાર્યોને લગતી યોજનાઓ બનશે. મહેમાનોની આવભગતમાં પણ સમય પસાર થશે. સમય અનુકૂળ છે. તમારી પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા તમે યોજનાબદ્ધ રીતે દરેક કાર્ય સંપન્ન કરી શકો છો.

નેગેટિવઃ- ખર્ચના મામલે વધારે દરિયાદિલી ન રાખો, નહીંતર બજેટ ખરાબ થવાથી પછતાવું પડી શકે છે. રૂપિયાને લગતી લેવડ-દેવડ કરતી સયે વિવાદની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સહયોગીઓ તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ નાની વાતને લઇને ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણના કારણે થોડી નિરાશા અનુભવ થઈ શકે છે.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કામ વધારે રહી શકે છે. સાથે જ યોગ્ય સફળતા મળવાથી ઉત્સાહના કારણે તમે થાક ભૂલી જશો. યુવાઓને પોતાની મહેનતનું અનુકૂળ પરિણામ મળશે. સમાજસેવી સંસ્થાઓ પ્રત્યે પણ તમારું યોગ્ય યોગદાન રહેશે.

નેગેટિવઃ- કાકાના ભાઈ-બહેનો સાથે સંબંધ ખરાબ થવાથી બચાવો. સંબંધોને કાયમ રાખવા માટે ધૈર્ય અને સમજદારીની જરૂરિયાત છે. આ સમયે તમને થોડી આર્થિક સમસ્યાઓ પણ આવી શકે છે. તણાવ લેવાની જગ્યાએ સમસ્યાઓનું સમાધાન શોધવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- પેમેન્ટ કલેક્ટ કરવાનો અનુકૂળ સમય છે.

લવઃ- પરિવારમાં કોઇ વ્યક્તિની હાજરીથી ઘરમાં સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.