સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના યુવા સંશોધકોએ ઝેરી ગેસના લીકેજના કારણે ઉદ્યોગોમાં કામ કરતાં કામદારોના જીવન બચાવતી લાઈફ બેન્ડ વિકસાવી છે. જોખમી ગેસનું પ્રમાણ અચાનક વધી જાય તો લાઈફ બેલ્ટ વાઇબ્રેશન એલર્ટ આપશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ મનન ગલ અને ચિંતન પંચાસરાની ટીમે ‘લાઈફ બેન્ડ’ નું પ્રોટોટાઈપ બનાવ્યું હતું.
સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવાના હેતુસર PDPU ગાંધીનગર ખાતે સળંગ ત્રણ દિવસ (54 કલાક) નો કાર્યક્રમ ‘ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકેન્ડ’ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકોએ તેમના ઇનોવેશન દ્વારા માનદ પુરસ્કાર મેળવ્યો હતો. 100થી વધુ વિદ્યાર્થીઓને 19 ટીમમાં (દરેક ટીમમાં 6) વહેંચી, દરેક ટીમને પોતાનું મોડલ ભારતભરમાંથી આવેલા ઇન્વેસ્ટર્સ અને જૂરી મેમ્બર સમક્ષ રજૂ કરવાનું હતું. હૃદયરોગના ઓપરેશન બાદ દર્દીની સંભાળ ખૂબ જરૂરી હોય છે. આ લાઇફ બેન્ડની મદદથી ડોક્ટર દૂરથી જ ઘણા બધા દર્દીઓનું નિરીક્ષણ કરી શકે છે. આ લાઈફ બેન્ડ એક સમાજ ઉપયોગી ઇનોવેશન છે. મનન ગલ અને ચિંતન પંચાસરાની આ સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કમલસિંહ ડોડિયા સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા.