કોરોના મહામારી બાદ દેશમાં લોજિસ્ટિક્સ સોલ્યુશન સેક્ટરમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. સમગ્ર વેલ્યુ ચેઇનમાં વૈશ્વિક ક્ષમતાઓ અને નેટવર્ક ધરાવતી ભારતીય સપ્લાય ચેઇન લોજીસ્ટિક્સ સોલ્યુશન પ્રોવાઇડર ટીવીએસ સપ્લાય ચેઇન સોલ્યુશન્સએ નાણાકીય વર્ષ 2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં મજબૂત વ્યવસાયિક વૃદ્ધિને કારણે ભારતમાંથી તેની આવકોના યોગદાનમાં 30 ટકાનો વધારો હાંસલ કર્યો છે.
નાણાકીય વર્ષ 2022માં ટીવીએસ એસસીએસની કુલ આવકોમાં ભારતીય આવકોનું યોગદાન રૂ. 2,400 કરોડ હતું, જે નિયામક સાથે ફાઇલ કરાયેલા ડીઆરએચપી અને પરિશિષ્ટ મૂજબ 46 ટકાની વૃદ્ધિ સૂચવે છે.2023ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં ટીવીએસ એસસીએસની આવકો 27.8 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2023ના અંત સુધીમાં ટીવીએસ એસસીએસની આવકો રૂ. 10,500 કરોડની આસપાસ રહેવાની તથા નાણાકીય વર્ષ 2024માં આવકો રૂ. 12,500 કરોડની આસપાસ રહી શકે છે.
ટીવીએસ એસસીએસે એગ્રી ઇક્વિપમેન્ટ, ઓટો એન્ડ ઓટો કોમ્પોનન્ટ્સ, કન્ઝ્યુમર એન્ડ બેવરેજીસ, ડિફેન્સ, હેલ્થકેર, મેન્યુ-એન્જિ., ટેક્નોલોજી એન્ડ ટેક્નોલોજી સર્વિસિસ જેવાં વિવિધ ક્ષેત્રોમાંથી નવા કોન્ટ્રાક્ટ્સ મેળવ્યાં છે.