જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ, ભાવનગર, B.Sc. માઈક્રોબાયોલોજી વિભાગના સેમેસ્ટર-6 ના વિદ્યાર્થીઓ દ્વાર ડિટરજન્ટ (બાયોસર્ફેક્ટન્ટ)નું નિર્માણ કરવામાં આવ્યુ છે. આ ઉત્પાદન બનાવાનો મુખ્ય હેતુ રાસાયણિક ડિટરજન્ટનો ઉપયોગ ઘટાડવો જે પર્યાવરણને નુકશાનકારક છે. શેમ્પૂ અને ડિટરજન્ટમાં ઉપયોગ થતુ રસાયણ સોડિયમ લોરાયલ સલ્ફેટ જે ચામડી માટે બહુ નુકશાનકારક છે. તે વપરાતું નથી. સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સામગ્રીમાંથી બાયોસર્ફેક્ટન્ટ (ડિટરજન્ટ)ની બનાવટ.
ફૂગનો ઉછેર કરીને તેમાંથી ડિટરજન્ટ બનાવેલ
જ્ઞાનમંજરી સાયન્સ કોલેજ B.Sc. માઇક્રોબાયોલોજી વિભાગના વિદ્યાર્થી દ્વારા ફૂગનો ઉછેર કરીને તેમાંથી ડિટરજન્ટ બનાવેલ છે. પ્રયોગ દરમિયાન ફ્લાક્સમાં વિવિધ ફૂગનો ઉછેર સરળતાથી ઉપલબ્ધ થાય તેવી સમગ્રી જેમ સોયાબીન, સુક્રોઝ (ખાંડ), પેપ્ટોન, યીસ્ટનો ઉપયોગ કરીને બાયોસર્ફેક્ટન્ટ તૈયાર કરવામા આવ્યુ છે.
બાયોસર્ફેક્ટન્ટનું નિર્માણ કરવામાં આવ્યું
આ ફૂગમાંથી પ્રાપ્ત કરેલ ડિટરજન્ટ દ્વારા કાપડમાંથી તૈલી પાદાર્થ અને ડાઘ દૂર કરવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઔદ્યોગિક ક્ષેત્રોમાં ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવા, કોસ્મેટિક તેમજ શેમ્પૂમાં થાય છે. માઇક્રોબાયોલોજી વિભાગના સેમેસ્ટર-6 ના વિદ્યાર્થીઓ અમ્રીતા ભાયાણી , હિતાક્ષી માણીયા, વૃતિ ગોહેલ દ્વાર પ્રો. તૃષા ગજેરીયાના માર્ગદર્શન હેઠળ બાયોસર્ફેક્ટન્ટનું નિર્માણ કરવા માં આવ્યું છે.