ISROએ પોતાના સેટેલાઈટથી જોશીમઠની આફતનો કયાસ મેળવ્યો. જેમાં ડરામણા પરિણામ સામે આવ્યું છે કે કોઈના પણ રૂંવાડા ઊભા થઈ જાય. સેટેલાઈટે જે સ્થિતિ દર્શાવી છે, તેના અનુસાર, સમગ્ર જોશીમઠ શહેર ધસી પડશે. તસવીરોમાં ફોટો જોઈ શકાય છે કે પીળા વર્તુળમાં જોશીમઠનું સમગ્ર શહેર છે. તેમાં આર્મીનું હેલીપેડ અને નરસિંહ મંદિરને માર્ક કરવામાં આવ્યું છે.
ઈસરોના રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ ખુલાસો
ISROના હૈદરાબાદ સ્થિત નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)એ આ રિપોર્ટ જારી કર્યો છે, કદાચ આના જ આધારે રાજ્ય સરકાર લોકોને ડેન્જર ઝોનની બહાર કાઢી રહી છે. આવો જાણીએ કે આ રિપોર્ટ શું કહે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી જોશીમઠમાં જમીન ધસી પડવાની અને તિરાડોની જાણકારી મળી રહી છે. 700થી વધુ ઘરોમાં તિરાડો આવી છે. સડકો, હોસ્પિટલો, હોટેલ્સ પણ ધસી રહ્યા છે.
ઈસરોએ સેન્ટીનલ-1 SAR ઈમેજરીને પ્રોસેસ કરી છે. તેને DInSAR ટેકનીક કહે છે. તેનાથી ખ્યાલ આવે છે કે જોશીમઠનો કયો અને કેટલો મોટો મોટો ધસી પડે એવી શક્યતા છે. ઈસરોએ કાર્ટોસેટ-2એસ સેટેલાઈટથી સેટેલાઈટથી 7થી 10 જાન્યુઆરી 2023 સુધી જોશીમઠની તસવીરો લીધી. તેના પછી ઉપર બતાવેલી ટેકનીકથી પ્રોસેસ કરી. ત્યારે ખ્યાલ આવ્યો કે કયો વિસ્તાર ધસી પડે એમ છે. ઈસરોએ જણાવ્યું કે એપ્રિલથી નવેમ્બર 2022 સુધી લેન્ડ સ્લાઈડની ઘટનાઓ ધીમી હતી. આ સાત મહિનાઓમાં જોશીમઠ 8.9 સેન્ટીમીટર ધસી પડ્યું છે. પરંતુ 27 ડિસેમ્બર 2022થી લઈને 8 જાન્યુઆરી 2023 સુધીના 12 દિવસોમાં જમીન ધસી જવાની તીવ્રતા 5.4 સેમી. થઈ ગઈ એટલે કે તે ખૂબ ઝડપથી વધી રહ્યું છે.