Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે આર્થિક કટોકટી હોવા છતાં સેલ્યુલર આઇટી (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) મોડ્યુલના વેચાણમાં ગતવર્ષે 14%નો વધારો થયો હતો. જે અત્યાર સુધીની સૌથી મોટી વૃદ્ધિ છે. વૈશ્વિક ટેક્નોલોજી માર્કેટ રિસર્ચ કંપની કાઉન્ટરપોઇન્ટના અહેવાલ મુજબ આ વર્ષે સેલ્યુલર આઇટી મોડ્યુલનું વેચાણ 19% નો વધારો થાય તેવું અનુમાન છે.


સેલ્યુલર આઇટી હાલના મોબાઇલ નેટવર્કનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને ઇન્ટરનેટ સાથે જોડે છે. આજે ઘણા ઉપકરણો જેમ કે કનેક્ટેડ કાર, સ્માર્ટ મીટર અને પીઓએસ મશીનો જે ડિજિટલ ચૂકવણી માટે ઉપયોગમાં લેવાય છે તેનો પણ ઉપયોગ થાય છે. કાઉન્ટરપોઈન્ટના એસોસિયેટ ડાયરેક્ટર મોહિત અગ્રવાલ અનુસાર ભારતમાં હાલમાં નાનો બેઝ છે. પરંતુ ‘ઓટોનોમસ કાર’ના વેચાણ અને સ્માર્ટ મીટરના વધતા ટ્રેન્ડ સાથે સેલ્યુલર IT મોડ્યુલના વેચાણમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

સેલ્યુલર આઇટી મોડ્યુલનું વેચાણ કેમ વધી રહ્યું છે?
જેમ જેમ રિમોટ ટેક્નોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ વિશ્વભરમાં સેલ્યુલર ઈન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ પણ વધી રહ્યો છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ઘરોમાં લગાવેલા સ્માર્ટ વીજળી મીટરથી લઈને શોપિંગ મોલમાં પીઓએસ મશીન, ઈન્ટેલિજન્ટ એસેટ ટ્રેકર્સ, મોબાઈલ ફોન અને કનેક્ટેડ કાર સુધીના ઘણા ડિવાઇસમાં થાય છે.