હાર્દિક મોરાણિયા ( રાજકોટ )
રાજકોટ શહેરમાં સામાકાઠા વિસ્તારમાં રક્તદાન એ મહાદાન વાક્યને સાર્થક કરતા VMP ગ્રુપ દ્રારા મનસુખભાઈ સિરોયાની ૧૪મી વાર્ષિક પુણ્યતીથી નિમિતે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતું માનવ શરીરમાં લોહીની જરૂરી માત્રા જાળવી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લોહીની અછતના લીધે લોકો વિવિધ રોગોથી પીડાય છે. થેલેસેમિયા અને કેન્સરવાળા દર્દીઓને સૌથી વધુ લોહીની જરૂર પડે છે. જેથી રક્તદાન કરવું જોઇ.તા.૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ શનિવારના રોજ મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ૧૪૦૦ યુનિટ લોહીની બોટલ એકત્રિત કરી જરૂરીયાતમંદ દર્દીઓ માટે પહોંચાડવામાં આવી હતી.
VMP ગ્રુપને પ્રોત્સાહન આપવા રાજકોટ શહેરના ભાનુબેન બાબરીયા, ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઇ પટેલ, જયેશભાઇ રાદડીયા સહિત અનેક રાજકિય નેતા સાથે પોલિસના વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.