અમેરિકાના કેલિફોર્નિયામાં ટેસ્લા કારનો અકસ્માત થયો હતો. આ દરમિયાન કાર 7 વખત પલટી ગઈ હતી, પરંતુ તેમ છતાં ડ્રાઈવર સહિત 3 લોકોને સામાન્ય ઈજા થઈ હતી. કાર પલટી જવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જેમાં મહિલા ડ્રાઈવર અને કારમાં હાજર અન્ય વ્યક્તિ ફોન કરીને મદદ માંગતી જોવા મળે છે.
અમેરિકન મીડિયા KTLA ન્યૂઝ અનુસાર, ડ્રાઈવર ખૂબ જ તેજ ગતિએ કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો. આ ઘટનાને જનરે જોનારે કહ્યું કે, કારની ઝડપ લગભગ 161 કિમી પ્રતિ કલાકની હતી. કાર પલટી જતાં 6 વાહનો સાથે અથડાઈ હતી. જેના કારણે બીજી કાર પણ પલટી ગઈ હતી.