Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાની સરકારને દેશની આર્થિક બેહાલીથી બહાર લાવવાનો કોઇ વિકલ્પ નથી મળી રહ્યો. બીજી તરફ પાકિસ્તાન સરકાર આ મુદ્દાથી લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે. પાકિસ્તાન સંસદે એક પ્રસ્તાવ પસાર કર્યો છે કે હવે યુનિવર્સિટીઓમાં તમામ કોર્સના વિદ્યાર્થીઓએ કુરાન અનુવાદ સાથે ભણવું પડશે. તેનો અર્થ એ છે કે પાકિસ્તાનના હિન્દુઓ અને બીજા ધર્મના વિદ્યાર્થીઓ માટે પણ કુરાન ભણવું ફરજિયાત થઇ ગયું છે.


જોકે, કુરાનના અભ્યાસ પછી કોઇએ પરીક્ષા આપવી નહીં પડે. તેના વધારાના કોઇ માર્ક્સ પણ નહીં અપાય. આ પાછળનું કારણ વિદ્યાર્થીઓ કુરાન ભણે તે જ છે.

સંસદના ઉપલા ગૃહમાં બીજો પણ એક પ્રસ્તાવ રજૂ કરાયો છે. તેમાં વિસ્તૃત જાણકારી છે કે, યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને મોહમ્મદ પયગંબર વિશે માહિતી અપાશે. આ બંને પ્રસ્તાવ જમાત એ ઇસ્લામીના સાંસદ મુશ્તાક અહેમદે રજૂ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ બંને પ્રસ્તાવ બંધારણના નિયમો ધ્યાનમાં રાખીને રજૂ કરાયા છે. અમે ટ્રાન્સજેન્ડરોને લગતા પ્રસ્તાવનો વિરોધ કરીએ છીએ કારણ કે, તે કુરાન વિરુદ્ધ છે.

છઠ્ઠી જાન્યુઆરીએ જ ગૃહમંત્રી રાણા સનાઉલ્લાએ નિવેદન આપ્યું હતું કે સરકારે નક્કી કર્યું છે કે તેઓ અસલી કુરાનની કેટલીક આયાતોને ફરી કમ્પાઇલ કરાવશે. અરબી ભાષામાં લખાયેલી આ આયાતોનો અનુવાદ કરાવાશે અને પ્રતિ જિલ્લા-તાલુકા સ્તરે વહેંચવામાં આવશે. પાકિસ્તાનમાં નવા ફરમાનથી નિષ્ણાતોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે કારણકે તમામ માટે કુરાન ફરિજ્યાત કરવાના આદેશ જારી કરાયા છે.