Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં મિલકત વેચાણનું સાટાખત રદ થતા બાનાની રકમ પાછી આપવા માટે આપેલા બે ચેક રિટર્ન થવાના કેસમાં ખોડિયાર ડેરીના માલિકને નીચલી અદાલતે બે વર્ષની સજા ફટકાર્યા બાદ સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી જે અપીલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.


આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કુવાડવા રોડ ઉપર ગાંધીસ્મૃતિ સોસાયટી રહેતા લક્ષ્મણ માવજીભાઇ કલોલાએ સામાકાંઠે આવેલી ખોડિયાર ડેરીફાર્મના પ્રોપરાઇટર છગન મોહનભાઇ લીંબાસિયાની સ્થાવર મિલકત ખરીદવા રજિસ્ટર્ડ સાટાખત કરી બાનાની રકમ પેટે રૂ.20 લાખ ચૂકવ્યા હતા.

પરંતુ રજિસ્ટર્ડ સાટાખતની શરત મુજબ મિલકત વેચનાર છગનભાઇએ બેન્કમાંથી એનઓસી મેળવેલ ન હોય દસ્તાવેજ થઇ શકયો ન હતો. જેથી સોદો રદ થયો હતો. જે પરત ચુકવણી પેટે રૂ.7 લાખ અને 8 લાખના બે ચેક છગનભાઇ લીંબાસીયાએ લક્ષ્મણભાઇ કલોલાને આપ્યા હતા. ત્યારબાદ રૂ.5 લાખ રોકડા આપવાનું નક્કી થયું હતું.

આ બન્ને ચેક રિટર્ન થતા બે ફોજદારી કેસ કર્યા હતા. જે બન્ને કેસો નીચલી કોર્ટમાં ચાલી જતા અદાલતે આરોપીને 1-1 વર્ષની સજા અને રૂ.15 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇને આરોપી છગન લીંબાસીયાએ સેશન્સ કોર્ટમાં બે જુદી-જુદી અપીલ કરી હતી.