ભારતની સામે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ 227 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર સ્ટમ્પ્સ વખતે 8 ઓવરમાં વિના વિકેટે 19 રને છે. કેપ્ટન કેએલ રાહુલ 3 રને અને શુભમન ગિલ 14 રને નોટઆઉટ રહ્યા છે. હાલ બાંગ્લાદેશની ટીમ 208 રનથી આગળ છે. હવે બીજા દિવસની મેચ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ છે.
ભારત-બાંગ્લાદેશ બીજી ટેસ્ટના બીજા દિવસે પણ મેચ ચાલુ છે. મીરપુરમાં ભારતે પ્રથમ દાવમાં વિના વિકેટે 21 રન બનાવ્યા હતા. ભારતીય કેપ્ટન કેએલ રાહુલ અને શુભમન ગિલ ક્રિઝ પર છે.
બાંગ્લાદેશનો પ્રથમ દાવ પહેલા દિવસે 227 રન પર સમાપ્ત થયો હતો. ભારત હજુ પણ પ્રથમ દાવમાં 208 રન પાછળ છે.
પહેલા દિવસે શું થયું હતું
પહેલા દિવસે મીરપુરમાં ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની તરફથી મોમિનુલ હકે સૌથી વધુ 84 રન બનાવ્યા હતા. તેના સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશનો બેટર મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. મુશ્ફિકર રહીમે 26 રન, લિટન દાસ 25 રન બનાવ્યા હતા. ઓપનર નજમુલ હસન શાન્તોએ 24 રન કર્યા હતા.
ટીમ ઈન્ડિયા તરફથી અનુભવી ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. તો 12 વર્ષ ટીમમાં પરત ફરેલા જયદેવ ઉનડકટે 2 વિકેટ લીધી હતી. જયદેવે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 16 ડિસેમ્બર, 2010માં રમી હતી.