Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે દેશની મહિલા કુસ્તીબાજોએ મોરચો માંડ્યો છે. સિંહ અને કેટલાક કોચ પર ઓલિમ્પિક ચેમ્પિયન ખેલાડીઓએ યૌનશોષણના આરોપ લગાવ્યા છે. બુધવાર એટલે કે 18મી જાન્યુઆરીથી 200થી વધુ ખેલાડીઓ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના અધ્યક્ષ પર યૌનશોષણ કરવાના આરોપ લગાવનાર મહિલા કુસ્તીબાજોને ખેલ મંત્રાલયે ગુરુવારે વાતચીત માટે બોલાવ્યા હતા. ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી સ્પર્ધાઓમાં મેડલ જીતનાર સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવા રેસલર્સે જણાવ્યું હતું કે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ ખેલાડીઓનું યૌનશોષણ કરે છે.

બજરંગ પુનિયા: અમારી સાથે દેશના બધા જ રેસલર્સ છે. અધ્યક્ષે કહ્યું હતું કે પ્રૂફ આપશો તે ફાંસીએ ચડી જઈશ. પહેલા અમારી સાથે બે છોકરીઓ હતા, હવે અમારી સાથે પ્રૂફ તરીકે 6-7 છોકરીઓ છે, જેનું શોષણ અધ્યક્ષે કર્યું છે. અમે પાછળ નહિ હટીએ. અમે રાજીનામાથી સંતોષ મહિ મળે. અમે ફેડરેશનને ભંગ કરાવવા માગીએ છીએ.

વિનેશ ફોગાટ: અમારો એક-એક દિવસ કિંમતી છે. બેઠકમાં અમને સંતોષકારક જવાબ મળ્યો નથી. અમારા જે પણ આરોપો છે, તે સાચા છે. અમે સમ્માન માટે લડીએ છીએ. અમે આખા દેશને એ નહિ જણાવતા માગતા કે દેશની દીકરીઓ સાથે શું-શું થઈ રહ્યું છે. જે દિવસે બધી જ દીકરીઓએ મીડિયાને જાણ કરી છે, તે દિવસ કુશ્તી માટે દુર્ભાગ્યપુર્ણ દિવસ હશે.

અમે અધ્યક્ષનું રાજીનામું પણ માગીએ છીએ અને અધ્યક્ષને જેલ પણ મોકલીશું. અમારી સાથે ખૂબ જ ખોટું થયું છે. અમે વગર સબૂતે અહીં બેઠા નથી. અધ્યક્ષ બે મિનિટ સુધી અમારી આંખો-આંખો નાખીને બોલી દે તેઓએ કંઈ ખોટું કર્યું નથી. અમારી લડાઈ છોકરીઓને સોષણથી બચાવવાની છે. જો અમે જ સુરક્ષિત નથી, તો આ દેશમાં એક પણ છોકરી પેદા ના થવી જોઈએ. અધ્યક્ષે યુપીની કુશ્તી ખતમ કરી દીધી છે. જો અમારી માગો માનવામાં નહિ આવે તે છોકરીઓ સાથે FIR દાખલ કરીશું.

સાક્ષી મલિક: બેઠકમાં અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છે. અમે આ આશ્વાસનથી ખુશ નથી. અમને યોગ્ય કાર્યવાહી જોઈએ છે.

બજરંગ પુનિયાએ વૃંદા કરાતને મંચ પરથી નીચે ઉતાર્યા
આ તરફ ધરણા દરમિયાન કમ્યુનિસ્ટ પાર્ટી CPI(M)ની નેતા વૃંદા કરાત મંચ પર ચઢી ગઈ હતી. બજરંગ પુનિયાએ તેમને મંચ પરથી નીચે ઉતરી જવા કહ્યું હતુ. બજરંગે કહ્યું હતુ કે, પ્લીઝ આ મુદ્દા પર રાજકારણ ન કરવું જોઈએ. અમારી લડાઈ ફેડરેશન સામે છે, સરકાર સામે નહીં.

મહિલા કુસ્તીબાજો અને ખેલ મંત્રાલય વચ્ચે વાતચીત પુર્ણ
ખેલ મંત્રાલયે ગુરુવારે એ મહિલા કુસ્તીબાજોને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા જેમણે કુસ્તી એસોસિએશનના અધ્યક્ષ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યા છે. ઓલિમ્પિક અને કોમનવેલ્થ જેવી સ્પર્ધાઓમાં મેડલ જીતનાર સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ જેવી કુસ્તીબાજોએ જણાવ્યું હતું કે WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ યૌનશોષણ કરે છે. ફેડરેશનના કોચ પણ વર્ષોથી આવું કરી રહ્યા છે.