ટીમ ઈન્ડિયાએ રવિવારે હરારેના મેદાનમાં રમાયેલી પાંચમી T20માં પણ ઝિમ્બાબ્વેને હરાવ્યું હતું. સાથે જ 5 મેચની T-20 સિરીઝ 4-1થી જીતી લીધી છે.
પાંચમી T20માં ઝિમ્બાબ્વેએ ટૉસ જીતીને ભારતને બેટિંગ માટે મોકલ્યું હતું. પાવરપ્લે સુધી કેપ્ટન સિકંદર રઝાનો નિર્ણય સાચો સાબિત થયો હતો. ભારતે પાવરપ્લેમાં કેપ્ટન શુભમન, ઓપનર યશસ્વી અને અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી. સ્કોર માત્ર 46 રન હતો.
આ પછી સંજુ સેમસન ફિફ્ટી લાવ્યો અને રિયાન પરાગ સાથે 65 રનની ભાગીદારી કરી. શિવમ દુબેએ ડેથ ઓવર્સમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.
168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી. શિવમ દુબેએ મિડલ ઓવરોમાં ઇકોનોમિકલ રીતે બોલિંગ કરી અને 2 વિકેટ પણ લીધી. ઝિમ્બાબ્વેની ટીમ 125 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.