મહેસાણા જિલ્લાના બહુચરાજી અને સાંથલ પોલીસ મથકે નોંધાયેલા વિદેશી દારૂના કેસમાં તેમજ પાલનપુરના હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે મળી ઘણા સમયથી નાસતા ફરતા કુલ ચાર આરોપીઓને મહેસાણા એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે.
જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એસઓજી પીઆઈ ભાવેશ રાઠોડને મળેલી સૂચના અંતર્ગત પાલનપુર શહેરમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીઓ મહેસાણા તાલુકાના પઢારિયા ગામે આવ્યા હોવાની બાતમી મળતાં પીએસઆઇ વી.એન. રાઠોડ અને ટીમે રેડ કરી ડાભી આબુરાજસિંહ ઈશ્વરસિંહ અને ડાભી નરેશસિંહ જોરાવરસિંહ (રહે. હાથીન્દ્રા, તા. પાલનપુર)ને ઝડપ્યા હતા.