Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં છેલ્લા 12 કલાકની અંદર જ ફાયરિંગની 3 ઘટનાઓ સામે આવી છે. જેમાં 2 વિદ્યાર્થીઓ સહીત 11 લાકોના મોત થયા છે. 2 દિવસ પહેલા લોસ એન્જેલસમાં ફાયરિંગમાં 11 લોકોના મોત થયા હતા.


પ્રથમ ફાયરિંગ કેલિફોર્નિયામાં, 7ના મોત: ઉત્તર કેલિફોર્નિયામાં સામવારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં 7 લોકોના મોત થયા હતા તેમજ 3 લોકો ગંભીર છે. કેલિફોર્નિયાના હાફ મુન બેમાં ફાયરિંગ બાદ 67 વર્ષીય જહાઓ ચુનલી નામના શંકાસ્પદ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો હતો, તે બાબતે હજી સુધી કંઈ સ્પષ્ટ જાણી શકાયું નથી.

બીજી ફાયરિંગની ઘટના આયોવામાં, 2 વિદ્યાર્થીના મોત: અહીં ખાસ બાળકો માટે ચલાવવામાં આવતી સ્કૂલમાં ગનમેને ફાયરિંગ કર્યું હતુ. જેમાં 2 વિદ્યાર્થીઓના મોત થયા છે. 3 ઘાયલ થયા છે તેમાં 2 લોકોની સ્થિતિ નાજુક છે. સ્કૂલમાં એક પ્રોગ્રામ ચાલી રહ્યો હતો, તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતુ. પોલીસે જણાવ્યું કે ફાયરિંગ બાદ લગભગ 20 મિનીટ બાદ એક કારમાંથી 3 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો છે. ઘટના બાદ સાર્જેન્ટ પોલ પારિજેકે જણાવ્યું હતુ કે હુમલાને યોજનાબદ્ધ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ કિલિંગ છે. જો કે તેની પાછળનો હેતું શું હતો તે બાબતે કંઈ જાણી શકાયું નથી. સ્કૂલની વેબસાઈટ મુજબ ત્યાં ભણતા 80% બાળકો લઘુમતી સમુદાયના છે.