Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના સ્ટોક માર્કેટે શુક્રવારે T+1 સેટલમેન્ટની સમગ્ર સાયકલને પૂર્ણ કરી છે. તેનાથી રોકાણકારો માટે મૂડીની કાર્યક્ષમતા વધશે તેમજ સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે જોખમ ઘટાડવામાં પણ તે મદદરૂપ થશે. T+1નો અર્થ છે કે માર્કેટ ટ્રેડને સંબંધિત સેટલમેન્ટ માત્ર એક જ દિવસમાં ક્લિયર કરવાનું રહેશે. એટલે કે હવે ટ્રેડિંગના પછીના જ દિવસે શેર્સ અથવા રકમ એકાઉન્ટમાં ક્રેડિટ થઇ જશે.


ભારત T+1 સેટલમેન્ટ લાગૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ છે. પહેલા T+2 સેટલમેન્ટને કારણે ટ્રેડિંગના બીજા દિવસે પેમેન્ટનું સેટલમેન્ટ થતું હતું. 27 જાન્યુઆરીથી ઇક્વિટી સેગમેન્ટમાં સિક્યોરિટીમાં થયેલા દરેક ટ્રેડને T+1ના આધારે આગામી દિવસે સેટલમેન્ટ કરવામાં આવશે. સેટલમેન્ટ સાયકલને ટૂંકી કરવાનો સમયગાળો 7 સપ્ટેમ્બર, 2021થી શરૂ થાય છે જ્યારે માર્કેટ નિયામક સેબીએ 1 જાન્યુઆરી, 2022થી T+1 સેટલમેન્ટ સાયકલને રજૂ કરવા માટેની મંજૂરી આપી હતી.

સેબીના નિર્દેશ બાદ દરેક માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ જેમ કે સ્ટોક એક્સચેન્જ, ક્લિયરિંગ કોર્પોરેશન તેમજ ડિપોઝિટરીએ T+1 સેટલમેન્ટ સાયકલના અમલીકરણ માટે સંયુક્તપણે એક રોડમેપ તૈયાર કર્યો હતો. આ રોડમેપને તબક્કાવાર તૈયાર કરવામાં આવ્યો હતો.