ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની સામે પહેલા ટેસ્ટ મેચના બીજા દિવસે પોતાની સ્થિતિ ખૂબ જ મજબૂત બનાવી લીધી હતી. પહેલી ઇનિંગમાં 404 રન બનાવ્યા પછી ટીમ ઈન્ડિયાએ બીજા દિવસના અંતે બાંગ્લાદેશની પહેલી ઇનિંગમાં 8 વિકેટ ઝડપી લીધી છે. બાંગ્લાદેશે દિવસના અંતે 133 રન જ બનાવી શકી હતી. ત્યારે હવે બાંગ્લાદેશ ઉપર ફોલોઓનનો ખતરો મંડરાઈ રહ્યો છે. આનાથી બચવા માટે બાંગ્લાદેશને હજું પણ 72 રનની જરૂર છે. આજે હવે ત્રીજા દિવસની શરૂઆત સવારે 9 વાગે થઈ હતી.
ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ચટ્ટોગ્રામમાં રમાઈ રહી છે. આજે ત્રીજો દિવસ છે. ભારતે પ્રથમ દાવમાં 404 રન બનાવ્યા છે. હાલમાં ત્રીજા દિવસના પ્રથમ સેશનની રમત ચાલી રહી છે અને બાંગ્લાદેશે 149ના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી છે. મેહિદી હસન મિરાજ અને ખાલિદ અહેમદ ક્રિઝ પર છે. બાંગ્લાદેશને ફોલોઓનનું જોખમ છે. તેને ફોલોઓન બચાવવા માટે હજુ 56 રનની જરૂર છે. કુલદીપે 5 વિકેટ લીધી છે.
ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ લેફ્ટ આર્મ ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી છે. ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 3 અને ઉમેશ યાદવે 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત બાંગ્લાદેશની તરફથી મુશ્ફિકર રહીમે સૌથી વધુ 28 રન બનાવ્યા છે. તેના ઉપરાંત લિટન દાસે 24 રન અને ઝાકિર હસને 20 રન બનાવ્યા હતા. નુરુલ હસન અને મહદી હસન મિરાજ 16-16 રન બનાવ્યા હતા.
પહેલી: નઝમુલ હસન શાંતો સિરાજના બોલ પર વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તે ઇનિંગ્સનો પ્રથમ બોલ હતો
બીજી: યાસિર અલી ત્રીજી જ ઓવરના ત્રીજા બોલ પર ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો હતો.
ત્રીજી: સિરાજે 14મી ઓવરના બીજા બોલ પર લિટન દાસને બોલ્ડ કર્યો હતો.
ચોથી: 17મી ઓવરના બીજા બોલ પર સિરાજે ઝાકિર હસનને પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ તેની ત્રીજી વિકેટ હતી.
પાંચમી: 25મી ઓવરના બીજા બોલ પર કુલદીપ યાદવે શાકિબને કોહલીના હાથે કેચ કરાવ્યો હતો.
છઠ્ઠીઃ 33મી ઓવરના 5માં બોલ પર કુલદીપે નુરુલને ગિલના હાથે કેચ કરાવ્યો.
સાતમી: કુલદીપે મુશફિકુર રહીમને LBW કર્યો હતો.
આઠમી: કુલદીપે તૈજુલ ઈસ્લામને ક્લીન બોલ્ડ કર્યો હતો.