Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે તેનું અકસ્માતે મૃત્યુ નહીં, પરંતુ હત્યા થઈ છે. આ હત્યામાં પૂર્વ MLA જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ સામેલ છે. પરંતુ સ્થાનિક પોલીસ તેને બચાવી રહી છે. જેથી આ ફરિયાદની વધુ તપાસ CBIને સોંપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અરજી ઉપર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે ઘટનાના CCTV જાળવવા અને તપાસનો સ્ટેટસ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો.


યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી આજે હાઇકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી યોજાઇ હતી. જેમાં અરજદારે કહ્યું હતું કે, 24 વર્ષના યુવકની હત્યાને અકસ્માતમાં ખપાવવામાં આવી રહી છે. તેના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ સામે આવી છે. તેને લોખંડના સળિયા માર્યા છે અને ગુદામાં અંદર સળિયો નાખ્યો હોવાનું ઇજાનો રિપોર્ટ છે. અકસ્માત મૃત્યુમાં આવી ઇજાઓ જોવા મળી શકે નહીં. જેથી આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે.

નગ્ન હાલતમાં યુવકની ડેડબોડી મળી હતી રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ઉપરથી નગ્ન હાલતમાં મૃતકની ડેડબોડી મળી હતી. જેને અકસ્માતમાં ખપાવાઈ રહ્યું છે. પોલીસ કહે છે કે આ કેસ હત્યાનો નહીં, પરંતુ આકસ્મિક મૃત્યુનો છે. સંપૂર્ણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ કોર્ટ સમક્ષ અરજદારના વકીલે વર્ણવ્યો હતો. અરજદારે વધુમાં જણાવ્યું હતું કે, મૃતકના હાથ અને પગ ઉપર ચકામાના નિશાન જોવા મળ્યા છે. જે અકસ્માતથી થાય નહીં તેને માર મરાયો હોવાનો આ પુરાવો છે.