Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હિંમતનગરના પોશ વિસ્તાર ગણાતા મહાવીરનગરમાં ફાઇન આર્ટસ-કેનવાસ પેઇન્ટિંગના નામે ક્લાસીસ ચલાવતા માનસિક વિકૃત 35 વર્ષીય નરાધમે 11 વર્ષીય સગીર બાળા સાથે છેડછાડ કરતાં બહાદુર વીરબાળાએ નરાધમને થપ્પડ ઝીંકી દેતાં નરાધમે ક્લાસીસનો દરવાજો બંધ કરી બંને માસિયાઈ સગીર બહેનોને પૂરી દઈ નીચ હરકત પર પડદો પાડવા નરાધમે પ્રયાસ કર્યો હતો. પરંતુ બંને બાળાઓને લેવા આવેલ ભોગ બનનારની માસીએ દરવાજો ખખડાવતાં રડતી રડતી બહાર આવેલ ભાણીએ લંપટ સંચાલકનો ભાંડો ફોડતાં લોકોના ટોળા ઉમટ્યા હતા અને સંચાલકને ઘેરી લઈ માર માર્યો હતો.

મહાવીરનગરમાં એશિયન પરિવાર બંગલોઝની સામે પ્રમુખ પ્રાઈડ કોમ્પ્લેક્સમાં ફાઈન આર્ટસ કેનવાસ પેઇન્ટિંગના ક્લાસીસ ચલાવાઇ રહ્યા હતા. સંચાલક ધીરજ નાથાભાઈ લેઉવા (35) દ્વારા નિવૃત્ત શિક્ષણવિદો સ્થાનિક નેતાઓ વગેરેને કાર્યક્રમો યોજી આમંત્રિત કરી તેમની સાથે ફોટા પડાવી બાળકોથી માંડી મોટાઓને કેનવાસ પર ચિત્રો દોરવા શીખવાડવાનું અને ચિત્રોનું વેચાણ કરવાનું પ્રલોભન આપતી સોશિયલ મીડિયામાં જાહેરાતો કરતો હતો.

જેનાથી પ્રેરાઈને મહાવીરનગરના એક પરિવારે પોતાની સગીર દીકરીને કેનવાસ પેઇન્ટિંગ શીખવા ક્લાસીસ જોઈન કરાવ્યા હતા. દરમ્યાનમાં વિદેશમાં રહેતી બહેનનો પરિવાર પણ આવતા બહેનની દીકરીએ પણ પેઇન્ટિંગ શીખવા રૂચી દાખવતા તા. 16-07-23 થી ક્લાસીસ જોઈન કર્યા હતા અને બંને માસીયાઈ બહેનો માટે સાંજે 6:45 સુધીનો એક કલાકનો સમય નક્કી કરાયો હતો.

તા.31-07-23 ના રોજ ભોગ બનનારની માસી સાંજે સાડા છ કલાકે બંને સગીરાઓને લેવા ક્લાસીસ પર પહોંચતા દરવાજો બંધ જોતાં દરવાજો ખખડાવવા દરમિયાન અંદરથી રડવાનો અવાજ સાંભળતાં ફાળ પડી હતી. દરવાજો ખોલ્યા વગર કોઈ છૂટકો ન રહેતા ધીરજ લેઉવાએ જાતે જ દરવાજો ખોલ્યો હતો.

બંને દીકરીઓ રડતી રડતી બહાર આવી હતી અને ભોગ બનનારે તેની સાથે થયેલ ગેરવર્તન અંગે વાત કરતાં મહિલાએ તેના પતિ વગેરેને જાણ કરતાં લોકોના ટોળા ધસી આવ્યા હતા અને સંચાલક ધીરજ નાથાભાઈ લેઉવાને માર મારી હિંમતનગર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો.