Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇંગ્લેન્ડને પ્રથમ વન-ડે વર્લ્ડ કપ જીતાડનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ નિવૃત્તિ લઈને પરત ફર્યો છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ઇંગ્લેન્ડની ટીમમાં તેની પસંદગી થઈ છે. સ્ટોક્સે 18 જુલાઈ 2022ના રોજ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સિવાય ફાસ્ટ બોલર ગસ એટકિન્સન ટીમમાં નવો ચહેરો છે.

32 વર્ષીય સ્ટોક્સ આ મહિને નિવૃત્તિમાંથી પરત ફરનાર વિશ્વનો ત્રીજો આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બન્યો છે. તેના પહેલા તમીમ ઈકબાલ અને મોઈન અલી પોતપોતાની નિવૃત્તિ બાદ પરત આવ્યા છે.

ગેમ ચેન્જર બની શકે છે
સ્ટોક્સના પરત ફરવાથી ઇંગ્લિશ ક્રિકેટ માટે પણ ખાસ છે કારણ કે તે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ગત ODI વર્લ્ડ કપમાં પણ સ્ટોક્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ફાઈનલ મેચમાં 84 રનની મહત્વની ઈનિંગ રમી હતી.

ગત ODI વર્લ્ડ કપમાં 465 રન બનાવ્યા, 7 વિકેટ પણ લીધી
2019 ODI વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડને તેમનું પ્રથમ ટાઇટલ જીતવામાં મદદ કરવામાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 11 મેચમાં 5 ફિફ્ટી સહિત 465 રન બનાવ્યા હતા. આટલું જ નહીં તેણે 7 વિકેટ પણ લીધી હતી. સ્ટોક્સે અંતિમ મેચમાં અણનમ 84 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

સ્ટોક્સ મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે
બેન સ્ટોક્સ આ વર્લ્ડ કપમાં નિષ્ણાત બેટર તરીકે રમતા જોવા મળી શકે છે. તે ખાસ પ્રસંગોએ બોલિંગ કરતો જોવા મળશે કારણ કે તે ઘૂંટણની ઈજાને કારણે બોલિંગ કરવા માટે યોગ્ય નથી. તે IPL પહેલા કે પછી ઘૂંટણનું ઓપરેશન કરાવી શકે છે.