Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સરકારે જુલાઈ 2025માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)થી 1.96 લાખ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. વાર્ષિક ધોરણે તેમાં 7.5%નો વધારો થયો છે. શુક્રવાર, 1 ઓગસ્ટ, 2024ના રોજ જાહેર કરાયેલા આંકડા અનુસાર, એક વર્ષ પહેલા એટલે કે જુલાઈ 2024માં, સરકારે 1.82 લાખ કરોડ રૂપિયા GST કલેક્ટ કર્યા હતા.


આ વર્ષે જૂનની સરખામણીમાં જુલાઈમાં 11 હજાર કરોડ રૂપિયાનો GST કલેક્શન વધ્યું છે. જૂનમાં1.85 લાખ કરોડ રૂપિયાનો GST કલેક્શન થયું હતું. અગાઉ, એપ્રિલ 2025માં જીએસટી તરીકે રેકોર્ડ 2.37 લાખ કરોડ રૂપિયા અને મે મહિનામાં 2.01 લાખ કરોડ રૂપિયા એકત્રિત થયા હતા.

ગયા મહિને, દેશમાં GST લાગુ થયાને 8 વર્ષ પૂર્ણ થયા છે. 1 જુલાઈ 2017ના રોજ દેશમાં GST લાગુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, કર વસૂલાતના આંકડાઓએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં, કુલ GST વસૂલાત 22.08 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે 5 વર્ષ પહેલા 2020-21માં માત્ર 11.37 લાખ કરોડ રૂપિયા હતી.

એટલે કે, 5 વર્ષમાં કર વસૂલાત લગભગ બમણી થઈ ગઈ છે. 2024-25માં દર મહિને સરેરાશ GST વસૂલાત 1.84 લાખ કરોડ રૂપિયા હતી. 5 વર્ષ પહેલા 2020-21માં આ 95 હજાર કરોડ રૂપિયા હતી.