બેન્કો આગામી નાણાકીય વર્ષે ટકાઉ ઉચ્ચ લોન ગ્રોથને સપોર્ટ કરવા માટે વધુ ફંડ આકર્ષિત કરવાના ઉદ્દેશ્યથી ડિપોઝિટ રેટ્સમાં વધારો કરશે જેને કારણે બેન્કો પર માર્જીનનું દબાણ વધી શકે છે. માર્જીન પ્રેશર 10 બેસિસ પોઇન્ટ ઘટીને 3.45 ટકા રહેશે તેવું ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું હતું. જો કે, માર્જીનમાં અંદાજીત 10 BPSના ઘટાડાથી નજીકના ભવિષ્યમાં બેન્કોની નફાકારકતાને અસર થાય તેવી શક્યતા ઓછી છે. ઉચ્ચ લોન ગ્રોથ અને ટ્રેઝરી ગેઇન વધવાને કારણે ઉચ્ચ ક્રેડિટ ખર્ચ અને ફંડિગ ખર્ચને કારણે દબાણ સંતુલિત રાખી શકાશે.
બેન્કો દ્વારા રેપો રેટમાં વધારાને કોર્પોરેટ લોન્સ સુધી પહોંચાડવામાં આવશે. જો કે લોન ગ્રોથને કારણે ડિપોઝિટ ગ્રોથને લઇને સંભવિત જોખમ રહેલું છે. જો બેન્કો ડિપોઝિટ રેટ્સ વધુ વધારવા માટે મજબૂર થશે અને હોલસેલ ફંડિગ તરફ વળશે, જેના માટે કિંમતો વધી રહી છે તો NIMs (નેટ ઇન્ટરેસ્ટ માર્જીન) પર વધુ દબાણ જોવા મળી શકે છે.
જો ઉચ્ચ વ્યાજદરો ધિરાણની માંગને અર્થપૂર્ણ રીતે ઓછી કરવામાં નિષ્ફળ રહેશે તો જોખમ જોવા મળી શખે છે અને બેઝ કેસ હેઠળ ડિપોઝિટના પ્રવાહના વધારો જોવા મળી શકે છે. નાણાકીય વર્ષ 2023ના પહેલા છ મહિનામાં લોન ગ્રોથ સરેરાશ 17.5 ટકા હતો, જ્યારે નાણાકીય વર્ષ 2023 માટે એજન્સીનો સમગ્ર વર્ષનો અંદાજ 13 ટકા હતો. ધિરાણની માંગમાં વધારો તેમજ કોવિડ દરમિયાન થયેલી બચત હવે ઘટવાને કારણે તેમજ બોન્ડ યિલ્ડ વધવાને કારણે કોર્પોરેટ કંપનીઓ લોકલ બોન્ડને બદલે બેન્ક તરફ વળતા આ ચિત્ર જોવા મળ્યું છે.