Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

2025 દુલીપ ટ્રોફી ફાઇનલના બીજા દિવસે રમતના અંતે, સેન્ટ્રલ ઝોને 5 વિકેટ ગુમાવીને 384 રન બનાવ્યા હતા. ટીમે સાઉથ ઝોન સામે પ્રથમ ઇનિંગમાં 235 રનની લીડ મેળવી હતી.


શુક્રવારે, સેન્ટ્રલ ઝોને પોતાનો પહેલો દાવ 50/0 ના સ્કોર સાથે આગળ ધપાવ્યો. કેપ્ટન રજત પાટીદાર 101 રન બનાવીને આઉટ થયો. યશ રાઠોડ 137 રન બનાવીને અણનમ છે અને સારાંશ જૈન 47 રન બનાવીને અણનમ છે. તેના ઉપરાંત, દાનિશ માલેવરે 53, ઓપનર અક્ષય વાડકરે 22, શુભમ શર્માએ 6 અને ઉપેન્દ્ર યાદવે 5 રન બનાવ્યા.

ગુરુવારે બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં સાઉથ ઝોનની ટીમ પ્રથમ ઇનિંગમાં 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સેન્ટ્રલ ઝોને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.