વીંછિયા તાલુકાના થોરિયાળી ગામમાં રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના બીજા દિવસે આજે 1,111 બેડાંના જળથી ભગવાન શિવનો જળ અભિષેક કરવામાં આવ્યો હતો.નાના એવા ગામમાં રામજી મંદિરની સ્થાપનાથી હરખની હેલી ઉમટી છે અને આજે રામનવમીનો પાવન અવસર છે ત્યારે ભક્તો રામના રંગે રંગાઇ જવા આતુર છે. શાસ્ત્રી કિરીટભાઈ મહેતાએ ગામ લોકો પાસેથી જળ એકત્રિત કરી અભિષેક કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ અવસરે મોટી સંખ્યામાં સાધુ સંતોએ હાજરી આપી હતી અને તેમના ભવ્ય સામૈયા કરાયા હતા.