ચૂંટણીનું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ સરકાર દ્વારા રિફોર્મ પ્રોસેસ ઝડપી બનાવાશે એવી આશાએ પીએસયુ શેરોમાં સારા વળતરની આશા રાખવામાં આવે છે. વધુમાં ડિવિડન્ડ યીલ્ડને કારણે પણ પીએસયુ શેરો આકર્ષક રહે છે. આવામાં રોકાણકારો સીધા પીએસયુ શેરોમાં જોખમ ઊઠાવવા માગતા ના હોય તો તેઓ પીએસયુ ઇક્વિટી ફંડને પસંદ કરી શકે છે. આ સેગમેન્ટમાં ટોચના ફંડ એવા ICICI પ્રૂડન્સિયલ ફંડ ઇક્વિટી અને ઇક્વિટી સંબધિત પીએસયુ કંપનીઓમાં રોકાણ કરતું ફંડ લાંબા ગાળા માટે પંસદ કરી શકાય.
આ યોજના એસએન્ડપી બીએસઈ પીએસયુ ઇન્ડેક્સમાં સમાવિષ્ઠ સેક્ટર/ સ્ટોકમાં રોકાણ કરે છે, જેમાં લાર્જ અને મિડ તથા સ્મોલ કેપ શેરોનો સમાવેશ થાય છે. આઇપ્રૂ એએમસીના પ્રોડ્કટ ડેવલોપમેન્ટ અને સ્ટ્રેટેજી હેડ ચિંતન હરિયાનું કહેવું હતું કે, કેપિટલ માર્કેટમાં પીએસયુ કંપનીઓ મહત્ત્વનો હિસ્સો ધરાવે છે વિવિધ સેકટરમાં કાર્યરત રહેલી હોવાથી વૈવિધ્યસભર પોર્ટફોલિયોની ગરજ સારે છે. સારા માર્જીનની દ્રષ્ટ્રિએ અને વેલ્યૂએશનના ધોરણે પીએસયુ આકર્ષક સ્તરે રહ્યા છે.
ચંચળતાભર્યા વાતાવરણમાં કંપનીઓ ઊંચા ડિવિડંડ યીલ્ડને કારણે મૂડીમાં વૃદ્ધિ પણ પૂરી પાડે છે. PSU શેરોમાં રોકાણ કરવાના અન્ય સકારાત્મક કારણોમાં સરકારની ઓનરશીપ અન્ય નોન-પ્રમોટર (એપપીઆઈ/ ડીઆઇઆઇ/ રિટેઇલ)ની સરખામણીએ નોંધપાત્ર વધુ રહ્યો છે. સરકારની નીતિને કારણે ફરી એકવાર PSU શેરોનું વેલ્યૂએશન આકર્ષક બન્યું છે. આ ઉપરાંત ડિવિડંડ યીલ્ડનો પણ લાભ મળે છે કેમકે ચેલ્લા 17 વર્ષ દરમિયાન સેન્સેક્સના 1.3 ટકાની સામે બીએસઈ PSU આંકનો સરેરાશ ડિવિડંડ યીલ્ડ ટકાવારી 2.6 રહી છે. હાલ પીએસયુ બેન્ક રિટર્ન ઓન ઇક્વિટીના મધ્ય તબક્કામાં છે અને એસેટ ક્વોલિટીમાં થયેલા સુધારાને કારણે ક્રેડિટ કોસ્ટ નીચી આવી છે.