ઈઝરાયેલ પર હુમલાના લગભગ 14 મહિના (418 દિવસ) બાદ હમાસ પણ હિઝબુલ્લાહની જેમ યુદ્ધવિરામ માટે તૈયાર છે. હમાસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઇજિપ્ત, કતાર અને તુર્કીના મધ્યસ્થીઓને જાણ કરી છે કે હમાસ યુદ્ધવિરામ કરાર અને કેદીઓની અદલાબદલી માટે ગંભીર સમજૂતી માટે તૈયાર છે.
આ પહેલા બુધવારે લેબનોન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ બાદ લેબનીઝ નાગરિકો ઉત્તરી લેબનોનથી દક્ષિણ લેબેનોન પરત ફરવાનું શરૂ કર્યું હતું. આ યુદ્ધવિરામ અમેરિકા અને ફ્રાન્સની મધ્યસ્થીથી થયો હતો.
સપ્ટેમ્બરમાં લગભગ 70 દિવસ પહેલા પેજર અને વોકી-ટોકીમાં થયેલા વિસ્ફોટોથી, ઇઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર સતત હુમલો કરી રહી છે. આ હુમલાઓમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ અને 3,823 લેબનીઝ નાગરિકો માર્યા ગયા હતા અને 15,859 લોકો ઘાયલ થયા હતા.