Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાટણ શહેરનાં એક દેવીપૂજક સમાજનાં વ્યક્તિ પાસે રૂા.50હજારની ખંડણી માંગનારા બે શખ્સોની અન્ય એક ગુનામાં પાટણનાં બાલીસણા પોલીસે અટકાયત કરી પૂછપરછ કરતાં ખંડણી માંગવા સહિતનાં પાંચ જેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે તેમની પાસેથી રૂા.10,000નું એક એક્ટીવા નં. જી.જે.27 બી.સી. 3288 તથા રૂ।.25,000નાં ચાર મોબાઇલ મળી કુલ રૂા. 35000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


આ અંગેની મળતી માહિતી મુજબ તાજેતરમાં પાટણ તાલુકાનાં રુની અને હાજીપુર ગામ વચ્ચે મોબાઇલ પર વાત કરતાં એક વ્યક્તિનાં હાથમાંથી મોબાઇલ ઝુંટવી નાસી જવાની બનેલી ઘટનાની તપાસ કરતી પોલીસે મળેલી બાતમી આધારે અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તથા બાતમીદારોથી હકીકત મેળવીને બે સગીર બાળકિશોર આરોપીઓ સહિત કિશનભાઇ ઉર્ફે કાળીયો રાજેશભાઇ મગનભાઇ પટ્ટણી ઉ.વ.21 રે. લખીનીવાડી, પદ્મનાથ ચાર રસ્તા પાસે પાટણ તથા રવિભાઇ ગાંડાજી ઠાકોર રે. લાલેશ્વર પાર્ક, પાટણવાળાની અટકાયત કરી હતી.

પોલીસે તેઓની પુછપરચ કરતાં આરોપીઓની કિશન પટ્ટણી તથા રવિ ઠાકોર અને આ બંને સગીર બાળ આરોપીઓએ પાટણનાં હાજીપુર થી રુની રોડ ઉપર મોબાઇલની ચીલઝડપ કરી હતી તથા કિશન પટ્ટણી અને બે સગીર આરોપીએ પાટણનાં વિલાજ પાર્ટીપ્લોટ નજીકથી એક યુવાનનાં હાથમાંથી મોબાઇલ ઝુંટવ્યો હતો. તથા કિશન પટણી અને બે સગીર આરોપીઓએ મળીને પાટણનાં રાજેશ માણેકલાલ પટ્ટણીને રાત્રે ફોન કરી રૂા.50,000ની ખંડણી માંગી હતી ને ન આપે તો મારી નાંખવાની ધમકી આપી હતી.