નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન એકવાર ફરી ચર્ચામાં આવી ગયા છે. જોકે, તેમને છેલ્લાં 36 દિવસથી કોઈપણ પબ્લિક ઇવેન્ટમાં જોવામાં આવ્યા નથી. તેઓ બીમાર થયા હોવાની શક્યતાઓ જણાવવામાં આવી હતી. જોકે, સોમવારે તેમણે સત્તાધારી વર્કર્સ પાર્ટીના સેન્ટ્રલ મિલિટ્રી કમિશનની બેઠકમાં ભાગ લીધો હતો.
યુદ્ધની તૈયારી વધારવાનો આદેશ આપ્યો
ઇન્ડિપેન્ડેન્ટે કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીનો હવાલો આપીને જણાવ્યું કે કિમની બેઠકમાં ટોચના મિલિટ્રી અધિકારીઓ સામેલ હતાં. તેમણે સેનામાં જરૂરી ફેરફાર કરવા અને મિલિટ્રીને અંદરથી મજબૂત કરવાની વાત કરી હતી. રિપોર્ટ અનુસાર કિમે પોતાની સેનાને આદેશ આપ્યો છે કે તેઓ યુદ્ધ અભ્યાસ વધારે અને યુદ્ધ તૈયારીઓને પણ મજબૂત કરે.
ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે નોર્થ કોરિયાના ન્યૂક્લિયર મિસાઇલ ટેસ્ટ્સ ઉપર નજર રાખનાર ડિપાર્ટમેન્ટનું નામ ‘મિસાઇલ જનરલ બ્યૂરો’ રાખવામાં આવ્યું છે. આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે પબ્લિકલી આ મિલિટ્રી બ્રાન્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. આ સિવાય નોર્થ કોરિયાની મિલિટ્રીના અનેક ડિપાર્ટમેન્ટ્સના નવા ઝંડા પણ લોન્ચ કર્યા છે. મિલાઇલ જનરલ બ્યૂરો બ્રાંચના ઝંડામાં દેશની સૌથી મોટી ઇન્ટરકૉન્ટિનેન્ટલ બૈલિસ્ટિક મિસાઇલ Hwasong 17નું ચિહ્ન છે.