ટિ્વટરના હરીફ તરીકે માર્ક ઝકરબર્ગના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘થ્રેડ્સ’નું ધમાકેદાર આગમન થયું છે. કરોડો લોકોએ થ્રેડ્સ ડાઉનલોડ કરી લીધા પછી પોતાની સાથે થયેલી છેતરપિંડીનો તેમને ખ્યાલ આવ્યો છે. કેમ કે થ્રેડ્સનું એકાઉન્ટ ડિલીટ કરવું હશે તો ઈન્સ્ટાગ્રામનું એકાઉન્ટ પણ ડિલીટ કરવું પડશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘થ્રેડ્સ’નું ધમાકેદાર આગમન થયું
એટલે જે લોકો ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે એ બધા છેતરાઈ ગયાની લાગણી અનુભવી રહ્યા છે. થ્રેડ્સ અને બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. માર્ક ઝકરબર્ગની કંપની મેટા (ફેસબુક) યુઝર્સની પ્રાઈવસી મુદ્દે તો બદનામ છે જ. ટિ્વટરને હરીફાઈ પૂરી પાડવા લોન્ચ થયેલી એપ થ્રેડ્સમાં અત્યારે વાયા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલી શકાય છે. મોટા ભાગના યુઝર્સે એ રીતે જ થ્રેડ્સ એકાઉન્ટ ઓપન કર્યું છે. એ લોકોને જો હવે થ્રેડ્સમાંથી બહાર નીકળવું હશે તો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરવું પડશે.