Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

‘ટર્મિનેટર’ના નામથી પ્રખ્યાત હોલીવૂડ અભિનેતા અને બોડી બિલ્ડીંગ લેજેન્ડ આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર 76 વર્ષની ઉંમરે પણ ફિટ છે અને 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા ઈચ્છે છે. તાજેતરમાં તેમણે પોતાના જીવન સાથે જોડાયેલાં કેટલાંક ભાવનાત્મક અને મુશ્કેલ પાસાંઓ વિશે વાત કરી હતી.


આર્નોલ્ડના મતે ઑસ્ટ્રિયામાં હું જે રીતે ઉછર્યો છું, સ્વભાવે ઉદાર હતો, પરંતુ શિસ્ત પ્રત્યેના મારા પ્રેમે મને અમેરિકન રહેણીકરણીને લીધે કઠોર માતા-પિતા બનવું પડ્યું હતું. મેં એકવાર મારા પુત્રનું ગાદલું બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધું હતું કારણ કે વારંવાર વિનંતી કરવા છતાં તેને વ્યવસ્થિત રાખ્યું ન હતું. અન્ય એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મારી દીકરી હંમેશા રૂમમાં ફાયરપ્લેસ પાસે તેનાં જૂતાં રાખે છે, આ માટે મેં તેને ઘણી વખત ઠપકો આપ્યો હતો છતાં તે પોતાની આદત છોડતી ન હતી. ત્યારે એક દિવસ મેં ચંપલ સળગાવી દીધા હતા.