દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામે બીએસસીપીએલ કંપનીના જૂના પ્લાન્ટની ખુલ્લી જગ્યામાં રાત્રે ટેન્કરોમાંથી એલપીજીની ચોરી ચાલી રહી હતી તે વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો મારતાં મોટું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં 9 સામે ગુનો દાખલ કરી 5ની ધરપકડ કરાઈ છે.
રાત્રે ટેન્કરોમાંથી એલપીજીની ચોરી ચાલી રહી હતી
લીમખેડામાં રહેતો પંકજ અમરા ભરવાડ પંચેલા ગામે રહેતા તેના કુટુંબી મામા ભીમજી મોરાર ભરવાડ ઉપરાંત ઇન્દોરના મદન પુવાર, શિવા સોલંકી નામના યુવકોની ભાગીદારીમાં આ ચોરી કરતો હતો. ટેન્કરોમાંથી ગેસ કાઢવા માટે મધ્ય પ્રદેશના ઘનશ્યામ પરમાર અને માખનસિંહ ઓડિયાને 15 હજારના પગારે નોકરીએ રાખ્યા હતાં.
ટેન્કરોમાંથી ગેસ કાઢવા માટે બે લોકોને નોકરીએ રાખ્યા
સ્ટેટ મોનિટરિંગ સેલે ભરૂચના દહેજની IOCમાંથી ઉજ્જૈન લઈ જવાતા 41,990 કિલો એલપીજી ભરેલાં ત્રણ ટેન્કર (કિં. 15,28,345), ચોરી કરેલો 2390 કિલો ગેસ (રૂ.92,241) ભરેલી ટાંકી સાથેનો ટેમ્પો, મોટર, વાલ્વ મળી 80.14 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે પીપલોદ પોલીસે સદોષ માનવ વધનો પ્રયાસ, છેતરપિંડી, ચોરી સહિતની કલમો હેઠળ 9 સામે ગુનો દાખલ કર્યો છે.