Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યમનમાં સાઉદી અરેબિયાના હવાઈ હુમલામાં 7 અલગતાવાદી લડવૈયાઓના મોત થયા. આ ઘટના શુક્રવારે દક્ષિણી પ્રાંતના હદ્રામૌતમાં બની હતી, જ્યાં અલગતાવાદી સંગઠન સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC)ના એક ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું હતું. આમાં 20થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.


આ દરમિયાન યમન સરકારે સૈન્ય કાર્યવાહી કરીને અલગતાવાદી જૂથ પાસેથી મહત્વપૂર્ણ મિલિટરી બેઝ પાછો પોતાના કબજામાં લેવાનો દાવો કર્યો છે. હદ્રામૌતના ગવર્નર સાલેમ અલ-ખાનબાશીએ જણાવ્યું કે સુરક્ષા દળો ફક્ત STCના કબજામાંથી સૈન્ય ઠેકાણાઓને પાછા લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

STC યમનનું એક અલગતાવાદી સંગઠન છે, જે યમનના દક્ષિણી ભાગને આઝાદ કરાવવા માટે લડી રહ્યું છે. આ સંગઠનને UAEનું સમર્થન મળે છે.