Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એશિયા કપમાં ભારત અને હોંગકોંગ વચ્ચે દુબઈમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 40 રને મેચ જીતીને સુપર-4માં ક્વોલિફાય કરી લીધુ છે. આ મેચના હીરો સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા રહ્યા હતા. હોંગકોંગ 20 ઓવરમાં 5 વિકેટે 152 રન જ કરી શક્યુ હતુ.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ T20Iમાં 3500 રન પૂરા કર્યા હતા. તે આવું કરનારો પહેલો બેટ્સમેન બની ગયો છે. તે 21 રન કરીને આઉટ થયો હતો.

પ્રથમ વખત 2008માં ભારત અને હોંગકોંગની ટીમો સામસામે આવી હતી. એ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતાં 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા હતા. જૂના સાથી મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના બંનેએ શાનદાર સદી ફટકારી હતી. ધોની 109 પર અણનમ હતો અને રૈનાએ 101 રન બનાવ્યા હતા. બાદમાં હોંગકોંગની આખી ટીમ માત્ર 118 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે 256 રનના જંગી અંતરથી મેચ જીતી લીધી હતી.

ત્યાર બાદ 2018માં એશિયા કપના ગ્ર્પ એ મુકાબલામાં બંન્ને ટીમનો સામનો થયો હતો. 50-50 ઓવરની એ મેચમાં ભારતે શિખર ધવનના 127 રનની 285 રનનો સ્કોર બનાવ્યો હતો. હોંગકોંગની ટીમે પણ રન ચેન્જ દરમિયાન શાનદાર પ્રદર્નશ કરતાં 8 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા. આ રીતે ભારતને 26 રનથી જીત મળી હતી.

Recommended