પીજીવીસીએલ દ્વારા આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે સેફ ઓપરેશન ઓફ ઇલેક્ટ્રિકલ નેટવર્ક નામનો સર્ટિફાઈડ કોર્સ તૈયાર કર્યો છે. આ કોર્સને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશન ટ્રેનિંગ ગાંધીનગર દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે રૂ. 54 કરોડ ફાળવ્યા છે.પીજીવીસીએલની વીજ વિતરણની કાર્યવાહી જાણી શકાય, અભ્યાસ કરી શકાય અને વીજ વિતરણ માળખાનું સલામત સંચાલન કરી શકાય તેવા હેતુ સાથે પીજીવીસીએલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ એક સર્ટિફાઈડ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે.
સેફ ઓપરેશન ઓફ ઇલેક્ટ્રિકલ નેટવર્ક નામના સર્ટિફાઈડ કોર્સને આઈટીઆઈના વિદ્યાર્થીઓ માટે સેફ્ટી માટેનું થિયરીકલ અને પ્રેક્ટિકલ મોડેલ તૈયાર કરેલું હોય તેમજ માન્યતા પ્રાપ્ત કરી અભ્યાસક્રમમાં મૂક્યો હોય તેવી દેશમાં સૌ પ્રથમ પહેલ હોય તેમ પણ કહી શકાય. સીએસઆર પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા આ કોર્સ માટે રૂ.54 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ માન્યતા અંતર્ગત દરેક આઈટીઆઈના વિદ્યાર્થી તેમના અભ્યાસક્રમના ભાગરૂપે આ સર્ટિફાઈડ કોર્સનો થિયરી અને પ્રેક્ટિકલ અભ્યાસ કરી શકશે.