વદેશમાં ડિસેમ્બર ક્વાર્ટરના નબળા આંકડા બાદ મંદીની શક્યતાને વોલ સ્ટ્રીટ બ્રોકરેજે નકારી કાઢી છે અને કહ્યું છે કે બેઝ ઇફેક્ટને કારણે આંકડાઓ સામાન્ય છે અને જાન્યુઆરીના ડેટા દર્શાવે છે કે સ્થાનિક માંગ હજુ પણ અકબંધ છે.
મોર્ગન સ્ટેનલી ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી ઉપાસના ચાચરા અનુસાર બાહ્ય માંગમાં સ્લોડાઉન, નિકાસમાં ઘટાડા જેવા પરિબળોને કારણે સ્થાનિક માંગ સૂચકાંકોમાં જોવા મળેલા મિશ્ર ટ્રેન્ડને કારણે ડિસેમ્બરના આંકડાઓમાં સુસ્તી જોવા મળી છે. બ્રોકરેજ ફર્મ અનુસાર નાણાકીય વર્ષ 2024 દરમિયાન 6.2 ટકાનો જીડીપી ગ્રોથનો આશાવાદ ધરાવે છે. જે અગાઉ 6 ટકાની ધારણા હતી. ખાસ કરીને સ્થાનિગ માંગને કારણે ગ્રોથ મોમેન્ટમ જળવાયેલું રહેશે.
બજેટમાં આગામી નાણાકીય વર્ષના જીડીપી ગ્રોથને લઇને કોઇ ચોક્કસ આંકડા આપવામાં આવ્યા નથી ત્યારે અંદાજ છે કે તે GDP 6 થી 6.5 ટકાની રેન્જમાં રહી શકે છે. જ્યારે RBIએ તેના તાજેતરના મૂલ્યાંકન રિપોર્ટમાં આગામી નાણાકીય વર્ષમાં ભારત 6.4 ટકાનો આર્થિક વૃદ્ધિ નોંધાવે તેવી ધારણા વ્યક્ત કરી છે. છેલ્લા ક્વાર્ટર દરમિયાન ગ્રોથ ડેટામાં મિશ્ર ટ્રેન્ડ અનુસાર સ્લોડાઉનના કેટલાક સંકેતો હતો. પરંતુ અર્થશાસ્ત્રીઓ તેના માટે બેઝ ઇફેક્ટ અને તહેવારોને જવાબદાર ગણાવે છે.