રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગવા મામલે રાજકોટ શહેરના બે પોલીસ-ઇન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પીઆઇ. જે.વી.ધોળા અને વી.એસ. વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, સત્ય શોધક કમિટીની તપાસ બાદ ગુજરાત પોલીસવડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સત્ય શોધક કમિટી 4 જુલાઈએ હાઇકોર્ટમાં અગ્નિકાંડનો રિપોર્ટ રજૂ કરશે.
વર્ષ 2021માં PI વણઝારા અને PI ધોળા લાયસન્સ બ્રાંચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. એસઆઈટીની તપાસને આધારે રિપોર્ટમાં આ બંને અધિકારીની જે તે સમયે બેદરકારી સામે આવતા ગૃહ વિભાગમાં આ અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગે ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયને જાણ કરતાં અંતે બંને PIને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.