રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં બ્લેડ જેવા તીક્ષ્ણ હથિયાર વડે આત્મહત્યાની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળ પર જ મોત થયું છે. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ પોલીસ ફરી એક વખત ચર્ચામાં આવી છે. આજે રાત્રીના સમયે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યાની કોશિશ કરી હતી જેમાં યુવતીનું પોલીસ સ્ટેશનમાં જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રેમી પંખીડા મૂળ કચ્છના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી હતા અને ગઈકાલે બંને ઘરેથી ભાગી રાજકોટ પહોંચ્યા હતા હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ સ્ટેશનની અંદર બનેલી ગંભીર ઘટના પગલે જવાબદાર પોલીસ સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે જોવું મહત્વનું રહેશે.
પ્રાપ્ત વિગત મુજબ કચ્છ જિલ્લાના નખત્રાણાના મોટી વિરાણી ગામના રહેવાસી પ્રેમી પંખીડાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અંદર નાગરિક સુવિધા કેન્દ્રમાં આપઘાતની કોશિશ કરી હતી. જેમાં પ્રેમિકાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પ્રેમીને ગંભીર ઇજા પહોંચતા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી સર્જરી કરવામાં આવી રહી છે. આ બનાવની જાણ થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.