Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રોકાણકારોમાં હવે બેન્ક એફડી જેવા પરંપરાગત રોકાણના માધ્યમ કરતાં લાંબા ગાળા માટે સુરક્ષિત આર્થિક ભાવિ માટે SIPમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ઓક્ટોબરમાં મ્યુચ્યુઅલ ફંડ SIPમાં રોકાણનો પ્રવાહ રૂ. 13,040 કરોડની સાથે સર્વોચ્ચ સ્તરે જોવા મળ્યો હતો.


એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) અનુસાર આ આંક સપ્ટેમ્બરમાં થયેલા રૂ. 12,976 કરોડના રોકાણ કરતાં વધુ છે. ચાલુ વર્ષે મે મહિનાથી SIPમાં રોકાણનો પ્રવાહ રૂ.12,000 કરોડની ઉપર રહ્યો છે. મે, જૂન અને જુલાઇમાં રોકાણનો પ્રવાહ અનુક્રમે રૂ.12,286 કરોડ, રૂ. 12,276 કરોડ અને રૂ.12,140 કરોડ રહ્યો હતો. જ્યારે એપ્રિલ 2022 દરમિયાન મ્યુચ્યુઅલ ફંડની વિવિધ સ્કીમ્સમાં રૂ.11,863 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

પહેલા સાત મહિનામાં રૂ.87,000 કરોડનું રોકાણ થયું છે. નાણાકીય વર્ષ 2021-22માં પણ રૂ.1.24 લાખ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો હતો. વૈશ્વિક પરિબળો અને સ્થાનિક સ્તરે રેટમાં વધારાને કારણે માર્કેટમાં તેની સતત પ્રતિક્રિયા જોવા મળી હતી. જો કે, રોકાણકારોએ પડકારજનક માહોલ વચ્ચે પણ રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું.