ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર (BGT)ની દિલ્હીમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવીને આસ ટ્રોફી રિટેન કરી લીધી છે. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ રમવી લગભગ નક્કી થઈ ગઈ છે. સ્ટોરીમાં આપણે આજે જાણીશું કે ભારત આ ખિતાબી મુકાબલામાં ફાઈનલમાં કેવી રીતે પહોંચી શકશે!
WTC પોઇન્ટ્સ ટેબલમાં અત્યારે ઓસ્ટ્રેલિયા પહેલા નંબરે, ભારત બીજા, શ્રીલંકા ત્રીજા અને સાઉથ આફ્રિક ચોથા નંબરે છે. સાઉથ આફ્રિકાએ હજુ પોતાના ઘરઆંગણે વેસ્ટઈન્ડિઝ સામે બે ટેસ્ટ રમવાની છે. જો સાઉથ આફ્રિકા આ બન્ને મેચ જીતી લેશે, તો તેના 55.55% પોઇન્ટ્સ થઈ જશે.
હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર રહેલી શ્રીલંકાની ટીમને ન્યૂઝીલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચ રમવાની છે. જો શ્રીલંકાની ટીમ બન્ને ટેસ્ટ જીતી નહીં શકે તો ભારતીય ટીમે ફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા સામે બાકી રહેલી બે ટેસ્ટ જીતવી જ પડશે. જો શ્રીલંકા ક્લિન સ્વિપ કરે છે તો તેના 61.11% પોઇન્ટ્સ હશે. આ સ્થિતિમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન સિરીઝમાં વધુ એક ટેસ્ટ જીતવી પડશે.
જોકે, શ્રીલંકા માટે ન્યૂઝીલેન્ડમાં બન્ને ટેસ્ટ જીતવી ઘણી મુશ્કેલ છે. જો શ્રીલંકાની ટીમ ત્યાં એક પણ ટેસ્ટ હારશે અથવા એક પણ મેચ ડ્રો કરશે તો ભારત ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ જીતીને જ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.