વૈશ્વિક સ્તરે હજુ મોંઘવારી યથાવત રહી છે આ ઉપરાંત ફરી રશિયા-યુક્રેન વચ્ચે જિયો પોલિટીકલ ઇશ્યુની અસર પણ અર્થતંત્ર પર જોવા મળી શકે છે. હાલ ફુગાવામાં ઝડપી રાહતની સંભાવના ઓછી છે પરિણામે વ્યાજદરમાં વધારો અટકી શકે તેવી સંભાવના ઘટી છે. વિશ્વભરમાં ચાલી રહેલી અનિશ્ચિતતાએ મોંઘવારી સામે આરબીઆઈની લડાઈને જટિલ બનાવી છે.
અગાઉના અંદાજોની સરખામણીમાં અર્થતંત્રમાં થોડી મંદી અંગે સામાન્ય સહમતિ છે. પરંતુ ભૌગોલિક અસમાનતાઓ આગાહીને જટિલ બનાવે છે. વર્તમાન પરિસ્થિતિમાં વિશ્વમાં ફુગાવાનો દૃષ્ટિકોણ પહેલા કરતાં વધુ અનિશ્ચિત બન્યો છે તેવો અભિપ્રાય ડેપ્યુટી ગવર્નર માઈકલ દેબબ્રત પાત્રાએ 6-8 ફેબ્રુઆરી વચ્ચે યોજાયેલી આરબીઆઇની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકમાં વ્યક્ત કર્યો હતો.