Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટમાં રહેતી એક સગીરાનું અપહરણ કરી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મોરબીની યુવતી સાથે સગીરાની મિત્રતા થયા બાદ યુવતીના બોયફ્રેન્ડે તેના મિત્ર સાથે સગીરાની મુલાકાત કરાવી હતી. જેને સગીરાનું અપહરણ કરી રાજકોટના અટલ સરોવર નજીક દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. મોરબીની યુવતી જ્યારે સગીરાને તેના ઘરે લઈ ગઈ હતી ત્યારે યુવતીના ભાઈએ પણ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની વિગત સામે આવી છે. સોશિયલ મીડિયામાં ફેમસ કરી દેવાની મોટી મોટી વાતો કરી આરોપી સગીરાને ફસાવી હોવાની આશંકા છે. પોલીસે આ મામલે કૂલ ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, તારીખ 2 નવેમ્બરના રોજ ભક્તિનગર પો સ્ટેશનમાં પોક્સોની ફરિયાદ નોંધાઈ જેમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેની સગીર વયની દીકરી ઇન્સ્ટાગ્રામ મારફત મોરબીની સમીના નામની યુવતી સાથે સંપર્કમાં આવી હતી આ પછી તેણે સગીરાનો પોતાના બોયફ્રેન્ડ ફેજાન સાથે સંપર્ક કરાવ્યો હતો જેણે સગીરાની ઓળખાણ સોસિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર સતીષ ગોહિલ સાથે કરાવી હતી જેણે સગીરા સાથે અટલ સરોવર નજીક દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત સમીના સગીરાને પોતાની સાથે મોરબી પણ લઇ ગઈ હતી જ્યાં સમીનાના ભાઈ આફતાબ જુણેજાએ સગીરા સાથે શારીરિક અડપલાં કર્યા હતા.