કાશ્મીરના આતંકવાદી સંગઠન અલ-બદ્રના કમાન્ડર સૈયદ ખાલિદ રઝાનું પાકિસ્તાનના કરાચીમાં મોત થયું હતું. અજાણ્યા હુમલાખોરોએ તેના પર ગોળીબાર કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખાલિદનું મોત થયું ત્યાં સુધી તે કાશ્મીરમાં સક્રિય આતંકવાદીઓ સાથે સંકળાયેલો હતો. સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી (SRA)એ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી લીધી છે.
રિપોર્ટ અનુસાર હુમલાખોરોએ ખાલિદ રઝાને તેના ઘરની બહાર ગોળી મારી દીધી હતી. જેમાં તેનું મોત થયું હતું. ખાલિદ રઝા કાશ્મીરમાં આતંકવાદી કમાન્ડર રહી ચૂક્યો છે. બાદમાં ત્યાંથી ખાલિદ કરાચી ગયો. અહીં તે ફેડરેશન ઑફ પ્રાઈવેટ સ્કૂલનો વાઇસ ચેરમેન બન્યો હતો.