પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના કાસા ખાતે આવેલ એસપી ઠાકોર સર્વોદય વિદ્યાલયના વિજ્ઞાન શિક્ષક રાજગોપાલ મહારાજા દ્વારા આ વખતે વિદ્યાર્થીઓના રંગીન ડ્રેસની તેમના સ્વાસ્થ્ય એટલે કે બ્લડ પ્રેશર ઉપર થતી અસર અંગે અભ્યાસ સંશોધન કરવામાં આવ્યું હતું. તેમણે શાળા સમયે પહેલા અને શાળા સમય પછી કલરફૂલ ડ્રેસ પહેરેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોના બ્લડપ્રેશરની ચકાસણી કરી હતી.
કાંસા વિદ્યાલયના 300 તેમજ અન્ય શાળાઓના 100થી વધુ વિદ્યાર્થીઓ તેમજ 150થી વધુ શિક્ષકોના કલરફૂલ ડ્રેસ અને તેના કારણે બીપીમાં બેથી સાત પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. વિદ્યાર્થીઓના બ્લડ પ્રેશર વધારે જોવા મળ્યા હતા.